ઑલિમ્પિકમાં ભાગ લેવા જનાર ઍથ્લિટને શૂઝ પહોંચાડ્યાં સોનુ સૂદે
સોનુ સૂદ
સોનુ સૂદે ઑલિમ્પિકમાં ભાગ લેવા જનાર ઍથ્લિટ મનોજ જાંગીડને શૂઝ પહોંચાડ્યાં છે.૨૦૧૫માં મનોજે કરીઅરની શરૂઆત ઉઘાડા પગે કરી હતી. તે ક્યારેક ચંપલ તો ક્યારેક ફ્રેન્ડ્સનાં શૂઝ પહેરે છે. ભારતને મેડલ અપાવવા માટે મનોજ સવારે અને સાંજે ૪૫ કિલોમીટર જેટલું રનિંગ કરે છે. મનોજની સ્ટોરી એક ન્યુઝપેપરમાં આવી હતી. ત્યાર બાદ એ સ્ટોરીને સોનુ સૂદ સાથે ટ્વિટર પર શૅર કરીને મનોજે ટ્વીટ કર્યું હતું કે ‘સોનુ સૂદ સર, મારી ફૅમિલીની આર્થિક સ્થિતિ સારી નથી. મારી ગેમ પૂરા વિશ્વભરમાં છે. એથી સર, મને તમારી મદદની અને ગેમને સપોર્ટની જરૂર છે. પ્લીઝ સર.’
મનોજની આ ટ્વીટ બાદ તરત તેને મદદ માટે સોનુ સૂદે હાથ આગળ કર્યો છે. મનોજને રિપ્લાય આપતાં સોનુ સૂદે ટ્વીટ કરી હતી, ‘ભાઈ, તારું કામ થઈ ગયું છે. તને આજે શૂઝ મળી જશે.’