માઇગ્રન્ટ વર્કર્સને તેમના ઘરે પહોંચાડ્યા બાદ હવે સોનુ સૂદ હોથુર ફાઉન્ડેશન સાથે મળીને ડેઇલી વેજ અર્નર્સ અને ઘરેલુ હિંસાના પીડિતોની મદદ કરશે. ચારેય બાજુ સોનુએ કરેલા કામની પ્રશંસા થઈ રહી છે. હોથુર ફાઉન્ડેશનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુલસુમ શાદાબ વહાબ પણ સોનુનાં કાર્યોથી પ્રભાવિત થઈ છે. તેણે આ અગાઉ શાહરુખ ખાનના મીર ફાઉન્ડેશન સાથે મળીને ઍસિડ-અટૅક સર્વાઇવરના કલ્યાણ માટે પણ હાથ મિલાવ્યા હતા. હોથુર ફાઉન્ડેશન વિશે સોનુએ કહ્યું હતું કે ‘છેલ્લાં દસ વર્ષમાં હું કુલસુમનાં કામોને જાણતો આવ્યો છું. તેઓ લોકોના કલ્યાણ માટે કામ કરી રહ્યાં છે. કોરોના જેવા સંકટના સમયમાં અને લૉકડાઉનમાં તેઓ ઉલ્લેખનીય કામ કરી રહ્યાં છે. હવે અમે સાથે મળીને ડેઇલી વેજ અર્નર્સને સપોર્ટ કરવાનાં છીએ. સાથે જ ઘરેલુ હિંસાના પણ અનેક મામલાઓ વધી રહ્યા છે. અમે હવે એ પીડિતોની મદદ કરવાના છીએ.’
તો બીજી તરફ કુલસુમ શાદાબ વહાબે કહ્યું હતું કે ‘લૉકડાઉન જ્યારથી શરૂ થયું છે ત્યારથી ઘરેલુ હિંસાના મામલાઓ વધી રહ્યા છે. હિંસા પર જીત દ્વારા મહિલાઓને અન્ય મહિલાઓની સ્ટોરી સાંભળીને એમાંથી બહાર આવવાનું પ્રોત્સાહન મળશે. સોનુ અમને ખૂબ સપોર્ટ આપી રહ્યો છે અને તેણે માઇગ્રન્ટ્સને જે પ્રકારે મદદ કરી છે એ પ્રશંસનીય છે. તેની કામગીરીને જોઈને દરેક માઇગ્રન્ટે તેને આશીર્વાદ આપ્યા છે. તે જ્યારે ઘરેલુ હિંસા વિશે ચર્ચા કરશે અને ડેઇલી વેજ અર્નર્સને મદદ કરશે તો તેની વાત અનેક લોકો સુધી પહોંચશે. સોનુ આ કામમાં મદદ કરી રહ્યો છે એ અમારા માટે ખુશીની વાત છે. મને એ વાતની પૂરી ખાતરી છે કે અમારા આ કોલૅબરેશનથી અનેક લોકોને ખૂબ મદદ મળવાની છે.’
ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 4 શહેરોમાં 15 માર્ચ સુધી કર્ફ્યૂ
27th February, 2021 13:12 ISTકેન્દ્ર સરકારની નવી કોવિડ ગાઇડલાઇન્સમાં ફેરફાર નહીં
27th February, 2021 11:37 ISTCOVID-19 Cases in India: સતત ત્રીજા દિવસે 16000થી વધુ કેસ નોંધાયા
27th February, 2021 10:48 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 IST