કોરોના વાયરસને કારણે દુબઇમાં ફસાયેલ સોનૂ નિગમ જનતા કર્ફ્યૂને કરે છે પ્રમોટ

Published: Mar 21, 2020, 15:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

સિંગર સોનૂ નિગમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યૂને વધારે સફળ અને પ્રભાવી બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે સોનૂ નિગમ અત્યારે દુબઇમાં છે અને ઇચ્છા છતાં સ્વદેશ પાછો આવી શકતો નથી.

એક તરફ જ્યાં સિંગર કનિકા કપૂર પર પોતાની નૈતિક જવાબદારીઓ તરફ દુર્લક્ષ કરતાં અન્યોના જીવ જોખમમાં નાખવાનો આરોપ છે ત્યાં બીજી તરફ સિંગર સોનૂ નિગમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યૂને વધારે સફળ અને પ્રભાવી બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. બોલીવુડના દિગ્ગજ પ્લેબૅક સિંગર સોનૂ નિગમ પોતાના પ્રૉફેશન સાથે-સાથે સોશિયલ કેસ પર બોલવા માટે જાણીતા છે. ચર્ચા છે કે ટૂંક સમયમાં જ જનતા કર્ફ્યૂને સફળ બનાવવા માટે એક ઑનલાઇન કૉન્સર્ટ કરશે.

સોનૂએ કહ્યું, "ભારતના હેલ્થકૅર પ્રૉફેશનલ્સ પ્રત્યે આભાર વ્યક્ત કરતા સંગીતનો આનંદ માણો. સાથે જ પોતાના પ્રિયજનો સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનું ભૂલતાં નહીં."

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને આ દરમિયાન સિંગર કનિકા કપૂરની લાપરવાહીએ દેશ આખાને હલબલાવી દીધા છે. કનિકા લંડનથી પાછી આવી હતી અને તેને કોરોના સંક્રમણ હતું છતાં તેણે ન તો પોતાને આઇસોલેશનમાં રાખી કે ન તો લોકોને એ જણાવવાનું પણ જરૂર સમજી કે તે વિદેશથી આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK