મ્યુઝિક કંપની શરૂ કરવાનો મારો કોઈ જ પ્લાન નથી : સોનુ નિગમ

Published: 30th December, 2018 09:52 IST

સોનુ નિગમનો મ્યુઝિક કંપની શરૂ કરવાનો કોઈ પ્લાન નથી. તેના મુજબ મ્યુઝિક કંપની ચલાવવાનું કામ સરળ નથી.

સોનુ નિગમ
સોનુ નિગમ

ગયા અઠવાડિયાએ સોનુએ ભારતમાં મ્યુઝિક કંપનીની પરિસ્થિતિ વિશે વાત કરી હતી ત્યારે તે ચર્ચામાં રહ્યો હતો. શું તે પોતાની મ્યુઝિક કંપની શરૂ કરશે એ વિશે પૂછતાં સોનુ નિગમે કહ્યું હતું કે ‘મ્યુઝિક કંપની ચલાવવી એ કંઈ સરળ કામ નથી. મ્યુઝિક કંપની શરૂ કર્યા બાદ એને ઉપર લઈ જવી એનાથી પણ મુશ્કેલ છે. આપણે એ તમામ લોકોનો આદર કરવો જોઈએ જેઓ મ્યુઝિક કંપનીઝ ચલાવી રહ્યા છે. આ સાથે જ દરેકે એકબીજાના પ્રોફેશનને પણ રિસ્પેક્ટ આપવો જોઈએ. ઍક્ટરોએ ડિરેક્ટરોને રિસ્પેક્ટ આપવો જોઈએ, ડિરેક્ટરોએ પ્રોડ્યુસરોને રિસ્પેક્ટ આપવો જોઈએ, ગાયકોએ કમ્પોઝરોને રિસ્પેક્ટ આપવો જોઈએ. મ્યુઝિક કંપનીઓએ તો સૌને જ માન આપવું જોઈએ. આ એક એકબીજા પર નિર્ભર રહેતું જગત છે.

આ પણ વાંચો : રણવીર સિંહની સિમ્બાએ પહેલા દિવસે કરી ૨૦.૭૨ કરોડ રૂપિયાની કમાણી

હાલના તબક્કે હું કોઈ મ્યુઝિક કંપની શરૂ કરવાનો પ્લાન નથી બનાવી રહ્યો, પરંતુ મારી લાઇફમાં મ્યુઝિક કંપની ન હોવા છતાં પણ મેં અનેક નવા ગાયકોને ટેકો આપ્યો છે. એટલા માટે નહીં કે મારે ઉસ્તાદ કે ગૉડફાધર બનવું હતું, પરંતુ મારું માનવું છે કે સુનિધિ ચૌહાણ તથા અન્ય સિંગર્સની જેમ લોકોમાં રહેલી ટૅલન્ટને મંચ મળવું જરૂરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK