Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ નિગમના અબુ સાલેમ સાથે સંબંધો હતા : દિવ્યા ખોસલા કુમાર

સોનુ નિગમના અબુ સાલેમ સાથે સંબંધો હતા : દિવ્યા ખોસલા કુમાર

26 June, 2020 04:31 PM IST | Mumbai Desk
Agencies

સોનુ નિગમના અબુ સાલેમ સાથે સંબંધો હતા : દિવ્યા ખોસલા કુમાર

દિવ્યા ખોસલા કુમાર

દિવ્યા ખોસલા કુમાર


સોનુ નિગમે કેટલાક વિડિયોઝ સોશ્યલ મીડિયામાં શૅર કરીને મ્યુઝ‌િક-ઇન્ડસ્ટ્રી પર અને ટી-સિરીઝના ભૂષણ કુમાર પર પ્રહાર કર્યા હતા. એને જોતાં ભૂષણ કુમારની વાઇફ દિવ્યા ખોસલા કુમારે જણાવ્યું છે કે સોનુ નિગમના અબુ સાલેમ સાથે સંબંધો હતા. ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને દિવ્યાએ એમ પણ જણાવ્યું હતું કે સોનુ નિગમના કરીઅરને બનાવવામાં ટી-સિરીઝનું યોગદાન છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિવ્યા કહી રહી છે કે ‘છેલ્લા કેટલાક દિવસોથી સોનુ નિગમજી ટી-સિરીઝ અને ભૂષણ કુમાર પ્રતિ એક કૅમ્પેન ચલાવે છે. એ સંદર્ભે હું એમ કહેવા માગું છું કે ટી-સિરીઝે અત્યાર સુધી હજારો લોકોને જે બહારથી આવેલા છે તેમને બ્રેક આપ્યા છે. એમાં મ્યુઝ‌િક-ડિરેક્ટર્સ, સિંગર્સ, ગીતકાર, ઍક્ટર્સ અને ડિરેક્ટર્સ છે. સોનુ નિગમને હું એ પૂછવા માગું છું કે તે કહે છે કે નવી ટૅલન્ટ્સને મંચ આપવામાં નથી આવતો. તો સોનુજી, એ કહો કે તમે તો મોટા કલાકાર છો. તો તમે આજ સુધી કેટલા લોકોને ચાન્સ આપ્યો છે? તમે તો આજ સુધી ક્યારેય પણ ટી-સિરીઝમાં કોઈને ચાન્સ અપાવવા માટે લઈને નથી આવ્યા. તમે પોતાના સિવાય કોઈને પણ આગળ નથી લઈ ગયા. બીજી વાત હું તમને એ કહેવા માગું છું કે ભૂષણજીએ તમને એમ કહ્યું હતું કે પ્લીઝ મને બાળાસાહેબ ઠાકરે, સ્મિતા ઠાકરે અને સહારાશ્રી સાથે મુલાકાત કરાવી આપો. તો હું તમને સૌને જણાવી દઉં કે સોનુ નિગમ રામલીલામાં પાંચ રૂપિયામાં ગીત ગાતા હતા. ત્યાંથી ગુલશન કુમારજીએ તેની ટૅલન્ટને ઓળખીને તેને ફ્લાઇટની ટિકિટ આપીને મુંબઈ બોલાવ્યા. સાથે જ તેમને કહ્યું કે તમને મોટા કલાકાર બનાવવામાં આવશે.’
આ વિડિયો દરમ્યાન દિવ્યા તેના કુક શેરુને બોલાવે છે. તે પણ કહે છે કે સોનુ નિગમને અનેક ફિલ્મોમાં ચાન્સ આપવામાં આવ્યો હતો. વિડિયોમાં દિવ્યા કહી રહી છે કે ‘ગુલશન કુમારજીનું જ્યારે અવસાન થયું ત્યારે સોનુ નિગમે વિચાર્યું કે હવે તો આ કંપનીના કોઈ કર્તાધર્તા નથી. એ વખતે ગુલશન કુમારજીનો દીકરો ભૂષણજી માત્ર 18 વર્ષના હતા. એથી તેણે વિચાર્યું કે આ કંપની તો ખતમ થવાની છે અને કંપની જે સમસ્યાથી પસાર થઈ રહી છે એને જોતાં એની સાથે ઊભા રહેવાને બદલે તેણે પોતાની જાતને સુરક્ષિત કરી લીધી. તેણે પોતાના વિડિયોમાં બીજું એ કહ્યું કે ભાઈ મને અબુ સાલેમથી બચાવી દો. હવે હું તમને એ પૂછવા માગું છું સોનુ નિગમજી કે અબુ સાલેમથી બચાવવા માટે ભૂષણજી તમારી પાસે શું કામ આવ્યા? સોનુજીના અબુ સાલેમ સાથે સંબંધો હતા. એથી જ તો ભૂષણજીએ તેમની પાસે મદદ માગી. સાથે જ સોનુ નિગમે એક છોકરીનું નામ લઈને ભૂષણજી પર #MeeTooના આરોપ લગાવ્યા હતા. બાદમાં એ છોકરીએ તેને માફી આપી દીધી. ભૂષણજીએ માફિયાની ચાલ ચાલી, પરંતુ મીડિયાને બધી જાણકારી છે. સોનુ નિગમજી હું તમારા પર #MeeTooના આરોપ લગાવી દઉં? કહી દઉં કે તમે રેપિસ્ટ છો. તમે વિડિયોમાં ધમકી આપી છે કે તમે તે છોકરીનો વિડિયો આઉટ કરી દેશો. જરૂર એ વિડિયો આઉટ કરો, પરંતુ પૂરા સબૂત સાથે કરો. હું આ વિડિયો નહોતી બનાવવા માગતી. મને ભૂષણજીએ કહ્યું કે આપણે ચૂપ રહેવાનું છે. અમે આજે પણ એ પ્રયાસ કરીએ છીએ કે અમારી કંપની બધાને ચાન્સ આપે. તમે જે વિડિયો બનાવ્યા ત્યાર બાદથી મારા હસબન્ડને સોશ્યલ મીડિયા પર મારવાની ધમકી, મારો રેપ કરવાની ધમકીઓ અને મારા બાળકને મારવાની ધમકીઓ આવી રહી છે. સોનુ નિગમજી તમે કેવા પ્રકારની વ્યક્તિ છો એ તો તમારી વાઇફે જ કહી દીધું હતું. તેણે જ તમારા પર આરોપ લગાવ્યા હતા. યાદ કરો. હું આ વિડિયો બનાવવા નહોતી માગતી, પરંતુ ભગવદ્ગીતામાં મને જવાબ મળ્યો કે યોદ્ધાએ લડવું જોઈએ. તમે નવા સિંગર્સને ભડકાવવાનું કામ કરી રહ્યા છો.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2020 04:31 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK