Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મેઘાણીને સ્વતંત્રતા દિવસે ટ્રિબ્યુટ આપતું ગીત 'ઝંડા અજર અમર રહેજે'રિલીઝ

મેઘાણીને સ્વતંત્રતા દિવસે ટ્રિબ્યુટ આપતું ગીત 'ઝંડા અજર અમર રહેજે'રિલીઝ

16 August, 2020 06:10 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

મેઘાણીને સ્વતંત્રતા દિવસે ટ્રિબ્યુટ આપતું ગીત 'ઝંડા અજર અમર રહેજે'રિલીઝ

ઝંડા અજર અમર રે'જે પોસ્ટર

ઝંડા અજર અમર રે'જે પોસ્ટર


રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી(Jhaverchand Meghani)ને 74મા સ્વાતંત્ર્ય દિવસ(Independence Day) નિમિત્તે તેમને ટ્રિબ્યૂટ(Tribute) આપતા પ્રફુલ દવે(Praful Dave), સચિન સંઘવી(Sachin Sanghvi), ભૂમિ ત્રિવેદી(Bhoomi Trivedi), ઇશાની દવે(Ishani Dave)એ ઝંડા અજર અમર રહેજે ગીત રિલીઝ કર્યું છે.

આ ગીત ભૂમિ ત્રિવેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યું છે. આ ગીત વિશે વધુ માહિતી આપતા ભૂમિ ત્રિવેદીએ લખ્યું છે કે વિશ્વના બે વિશ્વ યુદ્ધના 30 વર્ષ ખૂબ જ હિંસક રહ્યા, દરેક સત્તા, દેશ અને કસ્બાઓ પોતાનું ભાન ભૂલી ગયા. ત્યારે દેશને આઝાદી મળી તે સમયે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ જે ગીત ગાયું તે આજના ગાયકોએ 15 ઑગસ્ટના રોજ રિલીઝ કર્યું છે.



 
 
 
View this post on Instagram

@prafulldave @soulfulsachin @ishanipdave @hardikpdave આ દુનિયામાં 1915 થી 1945 સુધી ના બે વિશ્વ યુદ્ધ ના 30 વર્ષ એટલા હિંસક રહ્યા કે દરેક મહાસત્તા , સત્તા , દેશ અને કસ્બાઓ પોતાનું ભાન ભૂલી ગયા. પોતાના પ્રાંતનો લડ્ડાખુ , સાહસિક અને વિજયી ઇતિહાસ લખવા મહાસતા અને સરમુખત્યારોએ ભૂરી કે કાળી શાઈ પસંદ ના કરી પણ લાલ રંગના લોહીથી ઇતિહાસ લખી ને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું , પોતાનો અહં સંતોષ્યો. સાઉન્ડ ની ભાષા માં વાત કરું તો 140 ડેસિબલ સાઉન્ડ આપણા કાન માટે અતિ ખતરનાક કહેવાય, પણ એમ કહેવાય છે કે 210 ડેસીબલ નો તો સાઉન્ડ જ ખાલી માણસ ને મોત ના ઘાટે ઉતારી દે, ને દુનિયા ના સહુ થી ખતરનાક શસ્ત્ર પરમાણુ બૉમ્બે 210 ડેસીબલ નો સાઉન્ડ ઉત્પન્ન કર્યો, હિંસા રાક્ષસી ગર્જનાદ કરી એની ચરમસીમાએ પહોંચી. જયારે બીજી બાજુ આ ભારત દેશ માં આ જ સમયે એક વૃક્ષ નીચે 30-40 જણા સમૂહમાં એક જાગૃત પુરુષની વાણી ગાય રહ્યા હતા કે "પીડ પરાયી જાણે રે , વૈષ્ણવજન તો તેને રે કહીયે.. પર દુખે ઉપકાર કરે તોય , મન અભિમાન ના આણે રે.." આ ત્રીશ વર્ષ માં દુનિયા જયારે કેમ વધુ ને વધુ બહાર લોકો ને મારી શકાય એની technogy શોધતી હતી એજ 30 વર્ષ એટલે કે 1915 થી 1945 માં ભારત ની ધરતી પર પોતાની અંદર હિંસા ને કેમ મારવી , એમાં થી કેમ મુક્ત થાવું, એનું શિક્ષણ ગાંધીજી આપી રહ્યા હતા. પરમાણુ બૉમ્બ નો જવાબ પ્રાર્થનાથી કેમ આપવો એનું શિક્ષણ આપી રહ્યા હતા. આ દુનિયા માં જ્યાં જ્યાં ક્રાંતિ થઇ ત્યાં હિંસા થઇ છે, ક્રાંતિ ના હિંસક ઇતિહાસ માં જાણે સમગ્ર અસ્તિત્વ એક જ વાત ની રાહ જોઈ રહી હતી કે "ભારત ભૂમિ માં ક્રાંતિ થાશે તો કેવું સ્વરૂપ પકડશે ?" પણ આનો જવાબ 1915 થી 1945 ના 30 વર્ષમાં દુનિયા ને મળ્યો, મહાવીર અને બુદ્ધ ની ભૂમિ પાસે જે અપેક્ષા રાખી હતી એજ પ્રમાણે થયું, અહિંસક ક્રાંતિ; non violent revolution. બુદ્ધ પુરુષોની આ ધરતી પર આઝાદીની લડાઈ અહિંસક રીતે લડાઈ , ને કુદરતી રીતે મહાસાતા ના સંજોગો જ એવા ઉભા થયા કે એમને પોતાનું ઘર બચાવવા આ દેશ માંથી વિદાય લેવી પડી. 14 ઓગસ્ટ 1947 ની કાળરાત્રી પુરી થઈ ને 15 ઓગસ્ટ નો નવો સૂરજ ઉગ્યો, ને નવો રાષ્ટ્રધ્વજ આ દેશના અહિંસક સૈનિકો એ લહેરાવ્યો . ને રાષ્ટ્રીય શાયર મેઘાણીજીએ સમગ્ર ભારતવાસી તરફ થી ગાયું , "ઝંડા અજર અમર રહેજે , ને વધ વધ આકાશે જાજે" વંદે માતરમ પ્રફુલ દવે , સચિન સંઘવી , ભૂમિ ત્રિવેદી , ઈશાની દવે ને હાર્દિક દવે તરફ થી એક ભાવ આપના ચરણો માં અર્પણ.

A post shared by BhoomiTrivedi (@bhoomitrivediofficial) onAug 15, 2020 at 6:32am PDT


આ ગીત શૅર કરતી વખતે ભૂમિ ત્રિવેદીએ ગીતના ઇતિહાસ વિશે એક આછી રૂપરેખા બાંધી છે જેમાં ભૂમિ ત્રિવેદીએ જણાવ્યું છે કે બે વિશ્વયુદ્ધ દરમિયાન જેવી રીતે વિશ્વમાં સૌથી વધુ હિંસક શસ્ત્ર બનાવવાની શોધ થઈ રહી હતી ક્યારે બીજી તરફ ભારતમાં ગાંધીજી અહિંસાના પાઠ ભણાવી રહ્યા હતા. અને તેમનું આ અહિંસક શસ્ત્ર એટલું તો કારગર નીવડ્યું કે 14 ઑગસ્ટના 1947ના રોજ કાળરાત્રી પુરી થઈ અને 15 ઑગસ્ટનો નવો સૂરજ ઉગ્યો અને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હિંદના અહિંસક સૈનિકોએ ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આખા ભારત દેશ તરફથી જે ગીત ગાયું તે "ઝંડા અજર અમર રહેજે, ને વધ વધ આકાશે જાજે"...


નોંધનીય છે કે આ ગીત સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ટ્રિબ્યૂટ આપતાં ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2020 06:10 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK