Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ધ ઝોયા ફેક્ટર'ના ટ્રેલરની રિલીઝ ડેટ બદલાઈ, જ્યોતિષિયો છે જવાબદાર !

'ધ ઝોયા ફેક્ટર'ના ટ્રેલરની રિલીઝ ડેટ બદલાઈ, જ્યોતિષિયો છે જવાબદાર !

27 August, 2019 03:33 PM IST | મુંબઈ

'ધ ઝોયા ફેક્ટર'ના ટ્રેલરની રિલીઝ ડેટ બદલાઈ, જ્યોતિષિયો છે જવાબદાર !

'ધ ઝોયા ફેક્ટર'ના ટ્રેલરની રિલીઝ ડેટ બદલાઈ, જ્યોતિષિયો છે જવાબદાર !


સોનમ કપૂરની અપકમિંગ ફિલ્મ 'ધ ઝોયા ફેક્ટર'ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર 27 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાનું હતું. જો કે હવે ટ્રેલરની રિલીઝ ડેટ બદલાઈ છે. સોનમ કપૂરની ફિલ્મનું ટ્રેલર 29 ઓગસ્ટના રિલીઝ થશે. જો કે રિલીઝ ડેટ બદલાવાનું કારણ મજેદાર છે. સોનમ કપૂરે ટ્વિટ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે.

રસપ્રદ વાત એ છે કે સોનમ કપૂરને કેટલાક જ્યોતિષિયોના ટ્વિટ મળ્યા હતા, જેમણે ધ ઝોયા ફેક્ટરનું ટ્રેલર 29 ઓગસ્ટે રિલીઝ કરવાની સલાહ આપી છે. દેશભરના જ્યોતિષિયોએ સોનમ કપૂર અને ધ ઝોયા ળેક્ટરની આખી ટીમને ટ્રેલર લોન્ચ માટે 27 ઓગસ્ટના બદલે 29 ઓગસ્ટનો દિવસ પસંદ કરવા સલાહ આપી છે. જ્યોતિષિયોના કહેવા પ્રમાણે આ તારીખ લકી છે.





સોનમ કપૂરે ધ ઝોયા ફેક્ટરના ટ્રેલર લોન્ચની તારીખ બદલાવા મામલે કેટલાક જ્યોતિષિયોને જવાબ આપતા ટ્વિટ પણ કર્યા છે.

સોનમ કપૂરના આ ટ્વિટ બાદ ફેન્સે ફિલ્મનું ટ્રેલર જોવા માટે હજી બે દિવસ રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે ધ ઝોયા ફેક્ટર એક એડવર્ટાઈઝિંગ એજન્ટની અસામાન્ય સ્ટોરી છે, જે ટીમના કેપ્ટન નિખિલ ખોડા સાથે મુલાકાત બાદ આખી ટીમ ઈન્ડિયા માટે ગુડ લક લઈને આવે છે. ત્યારથી ટીમનું ભાગ્ય ચમકી ઉઠે છે.

આ પણ વાંચોઃ આ ગુજરાતી કલાકારોએ નાના પડદાના પ્રાઈમ ટાઈમ પર કર્યું છે રાજ

ધ ઝોયા ફેક્ટરને અભિષેક શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે, જ્યારે ફૉક્સ સ્ટાર હિન્દી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મ 20 સપ્ટેમ્બર 2019ના દિવસે રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 03:33 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK