બાળકો માટે સોનમ કરશે કપડાંની હરાજી

Published: 17th December, 2012 04:56 IST

સોનમ કપૂર પાસે સિલેક્ટેડ કપડાંનો ભંડાર ભરેલો પડ્યો હોય છે. આ ક્રિસમસમાં તે જરૂરિયાતમંદ બાળકો માટે પોતાનાં કપડાંની ચૅરિટી કરવાની છે.



દિલ્હીની ફૅશનિસ્ટ સાથે મળી તે કપડાંની ઑનલાઇન હરાજી કરાવવાની છે. એમાંથી ઊપજેલી રકમ ભારતનાં ૨૫ રાજ્યોમાં જરૂરિયાતમંદ બાળકો અને યુવાનો માટે વપરાશે. આ હરાજીમાં એક એકથી ચડિયાતી બ્રૅન્ડનાં સોનમે પસંદ કરેલાં અને ક્યારેક રેડ કાર્પેટ પર પહેરેલાં કપડાંની હરાજી થવાની શરૂઆત થઈ ગઈ છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK