Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનમ કપૂરે પતિ આનંદ આહુજાને બર્થડે વિશ કર્યો તો આવો મળ્યો જવાબ

સોનમ કપૂરે પતિ આનંદ આહુજાને બર્થડે વિશ કર્યો તો આવો મળ્યો જવાબ

30 July, 2019 07:31 PM IST | મુંબઈ ડેસ્ક

સોનમ કપૂરે પતિ આનંદ આહુજાને બર્થડે વિશ કર્યો તો આવો મળ્યો જવાબ

સોનમ કપૂર પતિ આનંદ આહૂજા સાથે (તસવીર સૌજન્ય સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ)

સોનમ કપૂર પતિ આનંદ આહૂજા સાથે (તસવીર સૌજન્ય સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ)


પતિ આનંદ આહુજાના જન્મદિવસના અવસરે સોનમ કપૂરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પતિ સાથેની કેટલીક તસવીરો શેક કરીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.

બોલીવુડની ટ્રેન્ડ સેટર અને સૌથી ફેશનેબલ અભિનેત્રી માનવામાં આવતી સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. પતિ આનંદ આહુજાના જન્મદિવસે સોનમ કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પતિ સાથેની કેટલીક તસવીરો શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી.




સોનમે પોતાના ઑફિશિયલ અકાઉન્ટ પરથી પોતાની અને આનંદની કેટલીક સુંદર તસવીરો નાખી છે, અને સાથે જ આનંદના બાળપણની તસવીરો નાખતાં તેણે લખ્યું છે કે, "જન્મદિવસની વધામણી મારું જીવન, મારો પ્રેમ, સૌથી વધુ દયાળુ, આદર્શ, મહાન વ્યક્તિ જેને હું માનું છું. તમે મારી સાથે થતી સારી બાબતોમાંના એક છો, હું આશા રાખું છું કે તમને તમારા સ્વપ્ના સાકાર કરવાના અવસરો મળે, અને તમને તે બધું જ કરવાની તક મળે જે તમે કરવા માગો છો. તમે બેસ્ટ છો, અને બીજા બધાથી સારા છો."


આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

સોનમની આ પોસ્ટ પર આનંદ આહુજાએ રિપ્લાય આપતાં લખ્યું છે કે, "મારી પાસે આ બધી તસવીરો કેમ નથી. તું બધાંથી બેસ્ટ છે, સાચ્ચે તું સૌથી વધુ બેસ્ટ છે. તારી સાથે વિતાવેલો દરેક દિવસ જન્મદિવસ જેવો જ લાગે છે. લવ યૂ ટૂ મચ." બન્ને આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાય છે. સોનમના આ પ્રેમભરી પોસ્ટ પર આનંદની કમેન્ટ જોઇને ખ્યાલ આવે છે કે બન્ને વચ્ચે કેમેસ્ટ્રી કેટલી સારી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 07:31 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK