Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ધ જોયા ફેક્ટર'નું મોશન પોસ્ટર રિલીઝ, જોવો સોનમ કપૂરનો દેવી અંદાજ

'ધ જોયા ફેક્ટર'નું મોશન પોસ્ટર રિલીઝ, જોવો સોનમ કપૂરનો દેવી અંદાજ

22 August, 2019 08:02 PM IST |

'ધ જોયા ફેક્ટર'નું મોશન પોસ્ટર રિલીઝ, જોવો સોનમ કપૂરનો દેવી અંદાજ

'ધ જોયા ફેક્ટર'નું મોશન પોસ્ટર રિલીઝ, જોવો સોનમ કપૂરનો દેવી અંદાજ


સોનમ કપૂરની આવનારી બહુ ચર્ચીત ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’ નું મોશન પોસ્ટર રીલિઝ થઇ ગયું છે. આ ફિલ્મને દિલકર સલમાન ડિરેક્ટર કરી રહ્યા છે. 'એક લડકી કો દેખા તો એસા લગા' પછી સોનમ કપૂરની આ વર્ષની બીજી ફિલ્મ છે. મોશન પોસ્ટર ઘણું રોમાંચક છે. પોસ્ટરમાં સોનમ કોઈ દેવીના અવતારમાં જોવા મળી રહી છે.




મોશન પોસ્ટર શૅર કરતા ફિલ્મના અભિનેતા દિલકર સલમાને લખ્યું હતું કે, 'અને આ છે ભારતની લકી ચાર્મ જોયા સોલંકી. જે પોતાના જોયા ફેક્ટરથી તમામના દિલ જીતી રહી છે. ચાલો જોઈએ કે મારૂ દિલ જીતી શકે છે કે નહી.' પોસ્ટર સોનમ કપૂરે પણ શૅર કરતા કેપ્શન આપ્યું હતું કે, 'જ્યારે તમારી પાસે જોયા સોલંકી હોય તો નિંબુ મિર્ચીની કોને જરૂર છે.'

સોનમ કપૂર પોસ્ટરમાં દેવીની જેમ જોવા મળી રહી છે. સોનમ કપૂરના એક હાથમાં ક્રિકેટ બેટ છે અને બીજા હાથમાં હેલમેટ છે. આ સિવાય તેમણે એક સાડી પહેરેલી છે અને પગમાં સ્પોર્ટ્સ જુતા પહેર્યાં છે. ગળામાં માળા અને માથા પર તાજ જોવા મળી રહ્યો છે. 'ધ જોયા ફેક્ટર' ફિલ્મનું ડિરેક્શન અભિષેક શર્મા કરી રહ્યાં છે. રોમ કોમ જોનરની આ ફિલ્મ અનુજા ચૌહાનની નોવેલ જોયા ફેક્ટર પર આધારિત છે. ફિલ્મમાં સોનમ અને દિલકર સિવાય સંજય કપૂર પણ જોવા મળશે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના સિનેમા ઘરોમાં રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 08:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK