Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લંડનથી મુંબઈ આવ્યા બાદ ભારત સરકારનાં વખાણ કર્યાં સોનમ કપૂરે

લંડનથી મુંબઈ આવ્યા બાદ ભારત સરકારનાં વખાણ કર્યાં સોનમ કપૂરે

19 March, 2020 05:18 PM IST | Mumbai Desk
ANI

લંડનથી મુંબઈ આવ્યા બાદ ભારત સરકારનાં વખાણ કર્યાં સોનમ કપૂરે

સોનમ કપૂર

સોનમ કપૂર


સોનમ કપૂર આહુજા તેના પતિ આનંદ આહુજા સાથે હાલમાં જ લંડનથી મુંબઈ પાછી ફરી છે. તેણે તેની આ મુસાફરીને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર કરી હતી. તેણે ઍરપોર્ટ અને ફ્લાઇટમાં દરેક વાતની સાવચેતી રાખવામાં આવી હોવાથી દરેકનો આભાર માન્યો હતો. ઇન્ડિયામાં જેટલી કાળજી લેવામાં આવી રહી છે એટલી કાળજી લંડનમાં પણ લેવામાં નથી આવી રહી એ જોઈને સોનમ સરપ્રાઇઝ થઈ ગઈ હતી. ઇન્ડિયામાં દાખલ થનાર દરેક વ્યક્તિ પાસે છેલ્લા ૨૫ દિવસ ક્યાં-ક્યાં ટ્રાવેલ કર્યું હતું એ વિશે ફૉર્મ ભરાવવામાં આવે છે. તેમ જ દરેક વ્યક્તિનું બૉડી ટેમ્પરેચર પણ સતત ચેક કરવામાં આવી રહ્યું હોવાનું તેણે જણાવ્યું હતું. આ વિશે વધુ જણાવતાં સોનમે કહ્યું હતું કે ‘દરેક જણ તેમનું શ્રેષ્ઠ કામ કરવાની કોશિશ કરી રહ્યું છે. આપણે બધા સાથે મળીને કામ કરીશું. હું મારા પતિ સાથે ઇન્ડિયા આવી ગઈ છું અને મને કોરોના વાઇરસનાં કોઈ લક્ષણ નથી, કારણ કે આ વાઇરસથી અસરગ્રસ્ત કોઈ પણ દેશમાં અમે નહોતાં ગયાં. જોકે અમે અમારા પેરન્ટ્સ અને ગ્રૅન્ડ મધર સાથે સેલ્ફ-આઇસોલેશનમાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 05:18 PM IST | Mumbai Desk | ANI

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK