Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનમ કપૂરે બૉયફ્રેન્ડ પુનિત મલ્હોત્રાને છોડી દીધો

સોનમ કપૂરે બૉયફ્રેન્ડ પુનિત મલ્હોત્રાને છોડી દીધો

14 January, 2013 03:16 AM IST |

સોનમ કપૂરે બૉયફ્રેન્ડ પુનિત મલ્હોત્રાને છોડી દીધો

સોનમ કપૂરે બૉયફ્રેન્ડ પુનિત મલ્હોત્રાને છોડી દીધો




સોનમ કપૂર અને ડિરેક્ટર પુનિત મલ્હોત્રા છૂટાં પડી ગયાં છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. અનિલ કપૂરની દીકરી અને ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો ભત્રીજો પોતાના આ સંબંધો બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. છતાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે બન્ને છૂટાં પડી ગયાં છે અને છૂટાં પડવાની પહેલ સોનમે કરી છે. તેને લાગે છે કે પોતે આ સંબંધથી ઉબાઈ ગઈ છે અને હવે એને પકડી રાખવાનો કોઈ મતલબ નથી.

ઘણી વાર એવું છાને ખૂણે સાંભળવા મળ્યું છે કે બન્ને છૂટાં પડી ગયાં છે, પણ આ વખતે હકીકતમાં બ્રેક-અપ થઈ ગયું છે. પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલાએ નવદંપતી વિદ્યા બાલન અને સિદ્ધાર્થ કપૂર રૉયનાં લગ્ન નિમિત્તે આપેલી પાર્ટીમાં આ વાતે જોર પકડ્યું હતું. સોનમ આ પાર્ટીમાં આવી હતી, પણ તેણે પુનિત સાથે વધુ હળવામળવાનું અવૉઇડ કર્યું હતું. બન્ને આખી પાર્ટી દરમ્યાન પોતપોતાના સર્કલમાં જુદાં જ રહ્યાં હતાં. એવું કહેવાય છે કે આ સંબંધ બાબતે સોનમની મમ્મી સુનીતા ખુશ નહોતી. પુનિતે કરણ જોહર પ્રોડક્શનમાં પોતાની ડિરેક્ટર તરીકેની કારકિર્દીની સારી શરૂઆત કરી હતી, પણ તેને ઍક્ટર બનવામાં વધુ રસ હતો. સોનમનાં બિઝી શૂટિંગ-શેડ્યુલ્સ અને અન્ય કમિટમેન્ટ્સને કારણે બન્ને વચ્ચે તણાવ વધતો ચાલ્યો હતો.

૨૦૧૦માં ‘આઇ હેટ લવ સ્ટોરીઝ’ના સેટ પર બન્ને વચ્ચે પ્રેમ પાંગરેલો. પુનિત એ ફિલ્મનો ડિરેક્ટર હતો અને સોનમ એ ફિલ્મમાં ઇમરાન ખાનની હિરોઇન હતી. ફિલ્મના ન્યુ ઝીલૅન્ડના શૂટિંગ-શેડ્યુલ દરમ્યાન બન્ને નજીક આવ્યાં હતાં. જોકે બન્નેએ ક્યારેય પોતાના સંબંધોનો એકરાર નહોતા કર્યો, પણ અવારનવાર સાંભળવા મળતું હતું કે સોનમ અને પુનિત જુહુની ગલીઓમાં અથવા તો મલ્ટિપ્લેક્સમાં સાથે હૉલીવુડ મૂવી માણવા જતાં જોવા મળતાં હતાં. જોકે છેલ્લા કેટલાક વખતથી ઘણા મતભેદોને કારણે તેમની વચ્ચે તણાવ વધી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2013 03:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK