સોનમ કપૂર અને આનંદ આહુજાની મેરેજ એનિવર્સરી પર જુઓ બંનેના અનસીન ફોટોઝ

Published: May 08, 2019, 20:34 IST | મુંબઈ

સોનમ કપૂર અને આનંદ આહુજા 8મી મેએ પોતાની પહેલી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા છે. પહેલી એનિવર્સરી પર આ કપલ પર વિશીઝ અને આશીર્વાદનો વરસાદ થઈ રહ્યો છે.

Image Courtesy : Instagram
Image Courtesy : Instagram

સોનમ કપૂર અને આનંદ આહુજા 8મી મેએ પોતાની પહેલી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા છે. પહેલી એનિવર્સરી પર આ કપલ પર વિશીઝ અને આશીર્વાદનો વરસાદ થઈ રહ્યો છે. આનંદ આહુજા અને સોનમ કપૂરે 8મી મે, 2018ના રોજ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બંનેના લગ્ન મુંબઈમાં ટ્રેડિશનલ પંજાબી વિધીથી યોજાયા હતા.

આ બંનેની પહેલી એનિવર્સરી પર અનિલ કપૂર, સુનિતા કપૂર, રિહા અને હર્ષવર્ધન કપૂર સહિતના કપૂર ફેમિલીના સભ્યો સોશિયલ મીડિયા પર અનસીન ફોટોઝ શૅર કરીને તેમને વીશ કરી રહ્યા છે. સોનમ કપૂરના પપ્પા અને એક્ટર અનિલ કપૂરે આ કપલનો ફોટો શૅર કરીને લખ્યો,'બંને માટે આ એક ફેન્ટાસ્ટિક વર્ષ રહ્યું છે. અને તમારા જીવનમાં ખુશી આવી રહી છે, સફળતા મળી રહી છે. હેપ્પી એનિવર્સરી આનંદ આહુજા, સોનમ કપૂર. બંનેને ખૂબ પ્રેમ.'

 

સોનમની મમ્મી સુનિતા કપૂરે પણ સોનમ અને આનંદ આહુજાનો ફોટો શૅર કરીને કેપ્શન આપ્યું કે,'હેપ્પી હેપ્પી એનિવર્સરી. પ્રેમ દિવસો કે મહિનાઓ કે વર્ષોનો નથી હોતો. હંમેશા બંને જોડે રહો. પ્રેમ તમે રોજે એકબીજા પ્રત્યે કેટલી લાગણી રાખો છો તે છે.'

તો સોનમ કપૂરની બહેન રિહાએ આ કપલનો ક્લાસિ ફોટો શૅર કર્યો છે. મોટા ભાગે આ ફોટો એક ડિનર ડેટનો છે. જેમાં રિહાએ લખ્યું છે,'હેપ્પી એનિવર્સરી ફેમિલી !!!! હોટ સોસ કરતા પણ હું તમને બંનેને વધુ પ્રેમ કરું છું.'

 
 
 
View this post on Instagram

Happy anniversary family!!!!! I love you both more than hot sauce.🖤#everydayphenomenal #hujas @sonamkapoor @anandahuja

A post shared by Rhea Kapoor (@rheakapoor) onMay 7, 2019 at 10:36pm PDT

તો સોનમના નાના ભાઈ હર્ષવર્ધન કપૂરે કપલનો ફોટો શૅર કરીને લખ્યું,'એક વર્ષ સોનમ કપૂર, આનંદ આહુજા.'

 
 
 
View this post on Instagram

Year 1 @sonamkapoor @anandahuja

A post shared by Harsh Varrdhan Kapoor (@harshvarrdhankapoor) onMay 7, 2019 at 11:00pm PDT

સોનમ કપૂરે પોતે પણ આ મેરેજ એનિવર્સરીએ એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેણે પતિ આનંદ આહુજા માટે એક લવલી મેસેજ આપ્યો છે. આ વીડિયો સાથે સોનમ કપૂરે લખ્યું છે,'વ્હાલા આનંદ આહુજા તું મને જેટલો પ્રેમ કરે છે, તેટલો પ્રેમ કોઈ નથી કરતું. તારી સાથેના સંબંધમાં મને જે વિશ્વાસ અને પૂર્ણ થવાની અનુભૂતિ મળે છે તે અભૂતપૂર્વ છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK