Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પતિ સાથે રોડ ટ્રિપ પર નીકળી સોનાલી બેન્દ્રે, કેન્સરના દિવસોને કર્યા યાદ

પતિ સાથે રોડ ટ્રિપ પર નીકળી સોનાલી બેન્દ્રે, કેન્સરના દિવસોને કર્યા યાદ

12 November, 2019 08:58 PM IST | Mumbai Desk

પતિ સાથે રોડ ટ્રિપ પર નીકળી સોનાલી બેન્દ્રે, કેન્સરના દિવસોને કર્યા યાદ

પતિ સાથે રોડ ટ્રિપ પર નીકળી સોનાલી બેન્દ્રે, કેન્સરના દિવસોને કર્યા યાદ


બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે ઘણાં સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે, પણ તે ઘણીવાર પોતાની લાઇફ સાથે જોડાયેલી સ્ટોરી શૅર કરતી હોય છે. આજે એટલે કે 12 નવેમ્બરના સોનાલીની વેડિંગ એનિવર્સરી છે અને તેણે પ્રશંસકો માટે પોતાની તસવીર શૅર કરી છે.

સોનાલીએ આ ખાસ અવસરે ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ સાથેની એક તસવીર શૅર કરી છે. તસવીરમાં સૌથી ખાસ છે તેનું કૅપ્શન, આ પોસ્ટમાં તેણે પોતાની કેન્સરની બીમારીનો પણ ઉલ્લેખ કર્યો છે. સોનાલીએ પોતાના કેન્સરની સારવાર ન્યૂયૉર્કમાં કરાવી હતી. હવે તે બિલકુલ સ્વસ્થ છે અને તે આ ખાસ અવસરે પતિ સાથે રોડ ડ્રાઇવ પર નીકળી.



સોનાલી બેન્દ્રેએ પતિને કહ્યું- થેન્ક્યૂ
સોનાલીએ આ તસવીર શૅર કરતાં લખ્યું, ગયા વર્ષે આ દિવસે... અમે ન્યૂયૉર્કના હૉસ્પિટલમાં હતા. ત્યારથી, બેન્દ્રે-બહલ બે સમય અવધિ તરીકે ઓળખવામાં અઆવતાં હતા- કેન્સર પહેલા અને કેન્સર પછી. તાજેતરમાં જ, મારું લક્ષ્ય નવી વસ્તુઓને આગળ વધારવું અને રાખવું છે.


 
 
 
View this post on Instagram

This day, last year... we were in New York at the hospital. Since then, the Bendre-Behls have identified two time periods - B.C. (Before Cancer) and A.C. (After Cancer). Lately, my motto has been to move on & keep trying new things, and detoxing and rejuvenating is on top of the list. So on the occasion of our 17th wedding anniversary, I thought let’s take a break and go on a road trip to @atmantan. Before Cancer, Goldie would have never agreed to something like this but I love how he's changed ? He has put everything on standby and has been focusing so much on me... and now I'm turning the focus back on him. P.S. Happy Anniversary @goldiebehl, I love you more than you could imagine... thank you for being my pillar of strength in health & sickness... literally!

A post shared by Sonali Bendre (@iamsonalibendre) onNov 11, 2019 at 11:43pm PST


સોનાલીએ જણાવ્યું, પોતાની 17મી વેડિંગ એનિવર્સરીના અવસરે અમે બ્રેકનો નિર્ણય લીધો અને રોડ ટ્રિપ માટે નીકળ્યા. કેન્સર પહેલા, ગોલ્ડી આવી વસ્તુઓ માટે રેડી થતાં ન હતા. મને ગમે છે કે જે રીતે તે એકાએક બદલાયા છે. ગોલ્ડીએ બધી વસ્તુઓ ટાળી દીધી અને ફક્ત મારા પર ધ્યાન આપી રહ્યા છે... અને હું તેમના પર ધ્યાન આપી રહી છું. હેપ્પી એનિવર્સરી ગોલ્ડી બહલ, હું તને આશા કરતાં પણ વધારે પ્રેમ કરું છું.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

કેટલાય બોલીવુડ સિતારાઓએ સોનાલી બેન્દ્રેની આ પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી દીધી છે. બોલીવુડ એક્ટર હ્રિતિક રોશન, તાહિરા કશ્યપ, શ્વેતા બચ્ચને પણ બન્નેને એનિવર્સરીની વધામણી આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 08:58 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK