Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૅડી સાથે કામ કરવાની ઇચ્છા છે સોનાક્ષીને

ડૅડી સાથે કામ કરવાની ઇચ્છા છે સોનાક્ષીને

09 December, 2019 10:49 AM IST | Mumbai
Upala KBR | feedbackgmd@mid-day.com

ડૅડી સાથે કામ કરવાની ઇચ્છા છે સોનાક્ષીને

સોનાક્ષી અને શત્રુઘ્ન સિન્હા

સોનાક્ષી અને શત્રુઘ્ન સિન્હા


સોનાક્ષી સિંહાનું કહેવું છે કે તેને ડૅડી શત્રુઘ્ન સિંહા સાથે કામ કરવું છે. બૉલીવુડમાં અનેક સ્ટાર-કિડ્સ છે જેમણે પોતાના પેરન્ટ્સ સાથે ફિલ્મોમાં કામ કર્યું હોય. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને ‘પા’માં સાથે કામ કર્યું હતું. સોનમ કપૂર આહુજા અને અનિલ કપૂર ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં સાથે જોવા મળ્યાં હતાં. તો રિશી કપૂર અને રણબીર કપૂરે ‘બેશરમ’માં કામ કર્યું હતું. એથી હવે સોનાક્ષીની પણ ઇચ્છા છે કે તેને ડૅડી સાથે કામ કરવાની તક મળે. આ વિશે જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘એ ખૂબ જ દુ:ખની વાત છે કે એવા રોલ્સ કોઈ લખતું નથી  જે અમારા બન્નેના પાત્રને ન્યાય આપી શકે. મને એવી ફિલ્મ જોઈએ છે જે ખૂબ જ અદ્ભુત રીતે લખાઈ હોય, સાથે જ બન્નેનાં કૅરૅક્ટર્સને પણ સુંદર રીતે વર્ણવવામાં આવે. સ્ક્રીન પર બન્નેનાં કૅરૅક્ટર્સને એકસમાન સ્પેસ અને સ્ટ્રેન્થ મળે છે કે નહીં એ પણ જરૂરી નથી. પહેલી વાર અમે સાથે કામ કરીએ એની શરૂઆત થઈ જાય એ અગત્યનું છે.’
ઍક્શન રોલ કરવાની વાત જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘કોઈ મારા માટે ઍક્શન ફિલ્મ નથી લખતા. હું પ્રોડ્યુસર્સને કહેવા માગું છું કે મને ઍક્શન ફિલ્મો આપે. એમાં હજી ઘણી બધી વસ્તુઓ છે જે હું કરવા માગું છું. મને કૉસ્ચ્યુમ-ડ્રામા, સ્પોર્ટ્સ અને બાયોપિકમાં કામ કરવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 10:49 AM IST | Mumbai | Upala KBR

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK