Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષી સિન્હા: 'ખાનદાની શફાખાના' લોકોને વિચારવા પર કરશે મજબૂર

સોનાક્ષી સિન્હા: 'ખાનદાની શફાખાના' લોકોને વિચારવા પર કરશે મજબૂર

03 July, 2019 07:20 PM IST | મુંબઈ ડેસ્ક

સોનાક્ષી સિન્હા: 'ખાનદાની શફાખાના' લોકોને વિચારવા પર કરશે મજબૂર

સોનાક્ષી સિન્હા (ફાઇલ ફોટો)

સોનાક્ષી સિન્હા (ફાઇલ ફોટો)


ફિલ્મની નિર્દેશક શિલ્પી દાસગુપ્તાએ કહ્યું, 'ખાનદાની શફાખાના' એક યુવાન છોકરીની સ્ટોરી છે જેને પંજાબમાં તેના સ્વર્ગીય મામાનું સેક્સ ક્લિનિક વારસામાં મળે છે.

અભિનેત્રી સોનાક્ષી સિન્હા કહે છે કે તેની આગામી ફિલ્મ 'ખાનદાની શફાખાના' લોકોને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે સમાજમાં આજે પણ સેક્સ એક ટેબૂ છે. ફિલ્મ નિર્દેશક શિલ્પી દાસગુપ્તા કહે છે કે 'ખાનદાની શફાખાના' એક યુવાન છોકરીની સ્ટોરી છે જેને પંજાબમાં તેના સ્વર્ગીય મામાનું સેક્સ ક્લિનિક વારસામાં મળે છે. સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે, "ફિલ્મની એક લાઇનની પિચ સાંભળીને જ "એક છોકરીની સ્ટોરી જેને તેના મામાની સેક્સ ક્લિનિક વારસામાં મળે છે" મને લાગ્યું કે કોઈ આવી ફિલ્મ માટે તે મારી સાથે સંપર્ક જ કેમ કરી શકે."



સોનાક્ષીએ આગળ કહ્યું કે પણ મેં જ્યારે આખી સ્ટોરી સાંભળી ત્યારે, મેં કહ્યું કે મને આ ફિલ્મ કરવી જોઇએ કારણ કે આ એક ખૂબ જ પ્રાસંગિક અને મહત્વપૂર્ણ વિષય છે જેના પર ચર્ચા કરવી જોઈએ. જયારે સોનાક્ષીને પૂછવામાં આવ્યું કે શું તે આ ફિલ્મ સમાજમાં સેક્સના ટેબૂને દૂર કરી શકશે? તેણે કહ્યું કે, "મને નથી ખબર, પણ આ ફિલ્મને જોઈને લોકો એ વિષયે વિચારવાનું જરૂર શરૂ કરશે. આ તે દિશામાં એક પગલું છે."


આ પણ વાંચો : કેમ 24 વર્ષ પછી બની રહી છે કુલી નં 1ની રિમેક, ડેવિડ ધવનનો ખુલાસો

જણાવીએ કે ભૂષણ કુમાર, મહાવીર જૈન, મૃગદીપ સિંહ લાંબા અને દિવ્યા ખોસલા કુમાર ફિલ્મના નિર્માતા છે અને આ 2 ઑગસ્ટના રિલીઝ થશે. સોનાક્ષી સિન્હા મલ્ટી સ્ટારર ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર ન ચાલી પણ સોનાક્ષીને પોતાના અભિનયને કારણે ઘણાં વખાણ મળ્યા હતા. તો સોનાક્ષી ફિલ્મ દબંગ 3ની શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ દબંગ 3 આ વર્ષે જ 20 ડિસેમ્બરના રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2019 07:20 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK