સોનાક્ષી સિંહા ઍમેઝૉન પ્રાઇમની ફોલનથી કરશે ડિજિટલ ડેબ્યુ

Published: Feb 03, 2020, 16:49 IST | Parth Dave | Ahmedabad

રીમા કાગતીની આ થ્રિલર સિરીઝમાં વિજય વર્મા, ગુલશન દેવૈયા, સોહમ શાહ સહિતના કલાકારો

સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહા

ઓટીટી પ્લૅટફૉર્મ પર વેબ-સિરીઝનો રાફડો ફાટ્યો છે ત્યારે અનેક બૉલીવુડ-સ્ટાર્સ એક પછી એક ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. માધુરી દીક્ષિત, બિપાશા બાસુ અને કાજોલ જેવી અભિનેત્રીઓ અનેક રસપ્રદ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને આવનારા સમયમાં તેઓ ડિજિટલ પ્લૅટફૉર્મ પર જોવા મળશે. માધુરી ધર્મા પ્રોડક્શનની નેટફ્લિક્સ ઓરિજિનલમાં જોવા મળશે, તો બિપાશા કેન ઘોષની એક વેબ-સિરીઝમાં અને કાજોલ નેટફ્લિક્સની ‘ત્રિભંગા’માં જોવા મળશે. હવે આ યાદીમાં સોનાક્ષી સિંહાનું નામ ઉમેરાયું છે.

ઍમેઝૉન પ્રાઇમ માટે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બની રહેલી આ થ્રિલર વેબ-સિરીઝનું નામ ‘ફોલન’ છે જેના ડિરેક્ટર રીમા કાગતી છે. રીમા ગોલ્ડ, તલાશ, હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી હિન્દી ફિલ્મો બનાવી ચૂક્યા છે તેમ જ ગલી બૉય, ઝિંદગી ના મિલેગી દોબારા, દિલ ધડકને દો વગેરે ફિલ્મોના સ્ક્રીનપ્લે રાઇટર પણ છે.

‘ફોલન’માં સોનાક્ષી ઉપરાંત વિજય વર્મા (ગલી બૉય), સોહમ શાહ (તુંબાડ), ગુલશન દેવૈયા (શૈતાન, હન્ટર) જેવા દમદાર કલાકારો પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. ગુલશન દેવૈયાએ સોશ્યલ મીડિયા પર સોનાક્ષી સાથે ફોટો મૂકીને તેને વેલકમ પણ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK