Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Indigo airlines પર ગુસ્સે ભરાઇ સોનાક્ષી સિન્હા, જુઓ વીડિયો

Indigo airlines પર ગુસ્સે ભરાઇ સોનાક્ષી સિન્હા, જુઓ વીડિયો

03 November, 2019 08:00 PM IST | મુંબઈ ડેસ્ક

Indigo airlines પર ગુસ્સે ભરાઇ સોનાક્ષી સિન્હા, જુઓ વીડિયો

Indigo airlines પર ગુસ્સે ભરાઇ સોનાક્ષી સિન્હા, જુઓ વીડિયો


સોનાક્ષી સિન્હા એરલાઇન્સ કંપની ઇન્ડિગો પર લગેજ બૅગ તોડીને પાછી આપવાનો આરોપ મૂક્યો છે. સોનાક્ષી સિન્હાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેણે એરલાઇન્સ કંપની પર તેનો સામાન તોડીને આપવાનો આરોપ મૂક્યો છે. સોનાક્ષીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાનો સામાન બૅગ બતાવે છે જેના બન્ને હેન્ડલ તૂટી ગયા હતા અને એક વ્હીલ પણ ગાયબ હતું.

 
 
 
View this post on Instagram

Shimmery diwali night! Styled by @mohitrai @miloni_s91 (tap for deets) hair by @themadhurinakhale ❤️

A post shared by Sonakshi Sinha (@aslisona) onOct 28, 2019 at 10:59am PDT




સોનાક્ષીએ કટાક્ષ કરતાં વીડિયો શૅર કર્યો છે. તે કહે છે, "આભાર મિત્રો. સૉરી સેમસોનાઈટ, અહીં સુઘી કે તમે પણ ઇંડિગોથી ન બચી શક્યા." સોનાક્ષી ભલે મજાકમાં કટાક્ષ કરતી હતી પણ તે ગુસ્સામાં તો હતી જ. સોનાક્ષી સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિઝ સાથે ધ બેંગ ટૂક માટે કાલે રાત્રે હૈદરાબાદમાં હતી. અત્યાર સુધી તેના પર એરલાઇન્સ અને બૅગ કંપની તરફથી કંઇપણ નથી કહેવામાં આવ્યું. સોનાક્ષીને છેલ્લે સૈફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાનમાં એક કેમિયો રોલ કરતાં જોવામાં આવી હતી.


સોનાક્ષી બ્લૉકબસ્ટર ફિલ્મ મિશન મંગલમાં પણ દેખાઈ ચૂકી છે. ખાનદાની શફાખાનામાં કે સોલો લીડ રોલમાં જોવા મળી, જે સારી ચાલી નહીં. આ સિવાય તે ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ કલંકમાં પણ જોવા મળી હતી. સોનાક્ષી પાસે બે મોટી ફિલ્મો છે. તે સલમાન ખાન સાથે એક્શન-કૉમેડી દબંગ 3માં રજ્જોની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે જ તે ભુજ- ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાની પણ શૂટિંગ કરી ચૂકી છે. જેમાં અજય દેવગન અને પરિણીતિ ચોપરા પણ છે.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

સોનાક્ષી સિન્હા ફિલ્મ અભિનેતા શત્રૂઘ્ન સિન્હાની દીકરી છે. તાજેતમાં જ તે કોન બનેગા કરોડપતિમાં એક પ્રશ્નનો જવાબ આપી શકી ન હતી. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી. જેના પછી તેણે ટ્રોલિંગથી કંટાળીને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. સોનાક્ષી સિન્હાના લવ અને કુશ નામના બે ભાઈ પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 08:00 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK