Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષી સિન્હાએ વજન ઘટાડ્યું, ચાહકોને ગમ્યું પણ ઇન્ડસ્ટ્રીને નહીં....

સોનાક્ષી સિન્હાએ વજન ઘટાડ્યું, ચાહકોને ગમ્યું પણ ઇન્ડસ્ટ્રીને નહીં....

09 September, 2019 09:18 PM IST | મુંબઈ ડેસ્ક

સોનાક્ષી સિન્હાએ વજન ઘટાડ્યું, ચાહકોને ગમ્યું પણ ઇન્ડસ્ટ્રીને નહીં....

સોનાક્ષી સિન્હા (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)

સોનાક્ષી સિન્હા (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)


બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પોતાની એક્ટિંગના બળે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ જગ્યા બનાવી છે. બોલીવુડ ફિલ્મ 'દબંગ' દ્વારા ડેબ્યૂ કર્યા પછી અભિનેત્રીએ ફક્ત પોતાની એક્ટિંગને જ નહીં નિખારી પણ પોતાની ફિટનેસ પર પણ ખૂબ જ મહેનત કરી. જો તમે તેની કેટલાક વર્ષ પહેલાની તસવીરો અને ફિલ્મો જોશો તો સોનાક્ષીનું વજન વધેલું છે જેને ઘટાડવા માટે અભિનેત્રીએ ખૂબ જ મહેનત કરી છે. પણ પોતાના વધેલા વજનને કારણે સોનાક્ષીને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

 
 
 
View this post on Instagram

“Skippin” that lazy sunday vibe today... you? ?? how u like my new gym jam @badboyshah?

A post shared by Sonakshi Sinha (@aslisona) onJul 14, 2019 at 1:54am PDT




ન્યૂઝ વેબસાઇટ પિન્કવિલા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ તે મુશ્કેલીઓ વિશે જણાવ્યું. સોનાક્ષીએ જણાવ્યું કે, જ્યારે હું કૉલેજમાં હતી તે સમયે મારું વજન 95 કિલો હતું. હું હંમેશાથી જ એક જાડી છોકરી હતી. જો કે હું સ્પોર્ટ્સમાં ખૂબ જ આગળ હતી, પણ છોકરાઓ હંમેશાં જુદાં જુદાં નામ લઈને મારું મજાક બનાવતા. મને સ્કૂલમાં કોઈપણ પ્લેમાં રોલ ન મળતો કારણકે મારું વજન ખૂબ જ વધારે હતું. મને હંમેશા સાઈડ કરી દેવામાં આવી. મને યાદ છે કે કૉલેજમાં એકવાર ફેશન શૉ થઈ રહ્યો હતો. હું તેમાં મૉડેલ તરીકે રેમ્પ વૉક કરવા માગતી હતી, પણ એક પાતળી છોકરીએ મને કહ્યું કે હું લાઇટ્સ પકડું..... મેં પૂછ્યું કેમ? તો તેણે જવાબ આપ્યો કે રેમ્પ વૉક માટે મારું વજન ખૂબ જ વધારે હતું. મને તે વખતે પણ ખૂબ જ ખરાબ લાગ્યું.

 
 
 
View this post on Instagram

Shimmer n shine! Styled by @mohitrai (tap for deets) for the @streaxprofessional #retroremix launch! Pictures - @kadamajay

A post shared by Sonakshi Sinha (@aslisona) onJun 24, 2019 at 7:03am PDT


"પણ હું ત્યાં અટકી નહીં વર્ષ 2010માં 'દબંગ'માં ડેબ્યૂ કરવા માટે મેં મારું 30 કિલો વજન ઘટાડ્યું. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ તો લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો પણ સૌથી ખરાબ વાત એ છે કે ઇન્ડસ્ટ્રીના લોકો અને મીડિયાએ જ મારા વજનનું મજાક ઉડાડ્યું. તે વાતથી મારું મન ખૂબ જ દુભાયું હતું."

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

જણાવીએ કે સોનાક્ષી સિન્હા તાજેતરમાં રિલીઝ ફિલ્મ મિશન મંગલમાં દેખાઈ હતી. હાલ તે સલમાન ખાન સાથે પોતાની અપકમિંગ ફિલ્મ 'દબંગ 3'ની શૂટિંગમાં વ્યસ્ત છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 09:18 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK