Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આટલી હતી સોનાક્ષી સિંહાની પહેલી કમાણી, બાદશાહ-કપિલે પણ કર્યો ખુલાસો

આટલી હતી સોનાક્ષી સિંહાની પહેલી કમાણી, બાદશાહ-કપિલે પણ કર્યો ખુલાસો

05 August, 2019 08:15 PM IST | મુંબઈ

આટલી હતી સોનાક્ષી સિંહાની પહેલી કમાણી, બાદશાહ-કપિલે પણ કર્યો ખુલાસો

અર્ચના પૂરણસિંઘ, સોનાક્ષી સિંહા, બાદશાહ, કપિલ શર્મા

અર્ચના પૂરણસિંઘ, સોનાક્ષી સિંહા, બાદશાહ, કપિલ શર્મા


કપિલ શર્માના શોમાં બોલીવુડના સેલેબ્સ આવીને પોતાની લાઈફના રહસ્યો ઉજાગર કરે છે. આ રસપ્રદ રહસ્યો જાણવા માટે હંમેશા દર્શકો બેતાબ હોય છે. ત્યારે તાજેતરમાં જ પોતાની ફિલ્મ ખાનદાની શફાખાનાનું પ્રમોશન કરવા માટે બાદશાહ અને સોનાક્ષી આ શોમાં પહોંચ્યા હતા. તેમણે પણ પોતાની કરિયરના કેટલાક રાઝ અંગે વાત કરી હતી.

ધ કપિલ શર્મા શોમાં બધા પોતપોતાની પહેલી સેલરી અંગે વાત કરી રહ્યા હતા. ત્યારે શોની જજ અર્ચના પૂરણસિંઘે કહ્યું કે તેમનો પહેલો પગાર માત્ર 100 રૂપિયા હતો. અર્ચનાએ કહ્યું કે મારો પહેલો પ્રોજેક્ટ એક એડ ફિલ્મ હતી. જેમાં મારે માત્ર બાજુમાં ઉભા રહેવાનું હતું. આ કામ માટે મને 100 રૂપિયા મળ્યા હતા. જો કે 10 વર્ષ બાદ મેં ઓમપુરી સાથે લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું.




કપિલ શર્મા શોમાં બાદશાહ અને સોનાક્ષી સિંહાએ પણ પોતાની સેલરી અંગે વાત કરી. બાદશાહે કહ્યું કે મં એક ગીતા માટે રૅપ કર્યું હતું. જે માટે મને 200-300 રૂપિયા મળ્યા હતા. ત્યારે સોનાક્ષીએ કહ્યું કે મારો સૌથી પહેલો પ્રોજેક્ટ એક ફેશન શોનો હતો. જે માટે તેને 3 હજાર રૂપિયા મળ્યા હતા.


તો કોમેડિયન કપિલ શર્માએ પણ પોતાની પહેલી કમાણીનો ખુલાસો કર્યો હતો. કપિલ શર્માએ કહ્યું કે તે એક ફેક્ટરીમાં છાપવાનું કામ કરતા હતા. અને તેના માટે તેમન 1500 રૂપિયા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ શો પર પહેલા પણ કેટલાક રહસ્યો ખુલી ચૂક્યા છે. અર્ચના પૂરણસિંઘે એક એપિસોડમાં કહ્યું હતું કે તેમણે ફિલ્મ 'લડાઈ'માં અનુપમ ખેરને કિસ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં આ સીન સ્ક્રીપ્ટમાંથી હટાવી લેવાયો હતો.

આ પણ વાંચોઃ Kajol: જુઓ બોલીવુડની બ્યૂટીફુલ એક્ટ્રેસના રૅર ફેમિલી ફોટોઝ

તો ટાઈગર શ્રોફ સાથેના એપિસોડમાં અર્ચનાએ કહ્યું હતું કે એક દિવસ સેટ પર ભિખારી આવ્યો તો જેકી શ્રોફે અર્ચના પાસેથી પાંચ રૂપિયા માગીને ભિખારીને આપી દીધા. અર્ચનાએ મજાકમાં કહ્યું હતુંકે પૈસા મેં આપ્યા, પણ દુઆ જેકી શ્રોફને મળી.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2019 08:15 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK