પેરાલોમ્પિક ચેમ્પિયન દીપા મલિકની બાયોપિકમાં કામ કરશે સોનાક્ષી સિંહા ?

Published: Jun 19, 2019, 21:07 IST | મુંબઈ

પાછલા 9 વર્ષની બોલીવુડ કરિયરમાં સોનાક્ષી સિંહાના ખાતામાં હિટ ફિલ્મો કરતા ફ્લોપ ફિલ્મોની યાદી લાંબી છે. જો કે સોનાક્ષી આ દરમિયાન મોટી હિટ ફિલ્મો પણ આપી ચૂકી છે.

પાછલા 9 વર્ષની બોલીવુડ કરિયરમાં સોનાક્ષી સિંહાના ખાતામાં હિટ ફિલ્મો કરતા ફ્લોપ ફિલ્મોની યાદી લાંબી છે. જો કે સોનાક્ષી આ દરમિયાન મોટી હિટ ફિલ્મો પણ આપી ચૂકી છે. તો ય સોનાક્ષી સિંહના કરિયરમાં એક એવી ફિલ્મ ખૂટી રહી છે, જે તેને કરિયરની ટોચ પર પહોંચાડી દે. એક એક્ટ્રેસ તરીકે સોનાક્ષી સિંહાને જબરજસ્ત સફળતા અપાવે. હાલ લાગી રહ્યું છે કે સોનાક્ષી સિંહાને આવી ફિલ્મ મળી ગઈ છે. જે તેના કરિયરને અને કિસ્મતને બદલી શકે છે.

મળતી માહિતી પ્રમાણે સોાનાક્ષી સિંહા ટૂંક સમયમાં જ પેરાલોમ્પિક ચેમ્પિયન દીપા મલિકનું પાત્ર ભજવતી જોવા મળી શકે છે. સોનાક્ષી સિંહા છેલ્લે કરણ જોહરની ફિલ્મ કલંકમાં દેખાઈ હતી. જો કે કલંક બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. 2016માં એક એવોર્ડ ફંક્શન દરમિાયન સોનાક્ષી સિંહાએ દીપા મલિક સાતે મુલાકાત કરી હતી. જે બાદ સોનાક્ષીએ દીપા મલિક સાથેનો ફોટો પણ ટ્વિટર પર શૅર કર્યો હતો, જેને સોનાક્ષી સિંહાએ ફેન મોમેન્ટ ગણાવી હતી.

deepa malik

સોનાક્ષીએ લખ્યું હતું કે,'મેમ મારા માટે આ એક ફૅન મોમેન્ટ હતી. તમે જેવા છો તેના માટે આભાર, આ જબરજસ્ત સકારાત્મક્તા માટે.

સોનાક્ષી સિંહાએ પોતાના ટ્વિટમાં દીપા મલિકને એક ઈન્સ્પિરેશન ગણાવી. શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે પ્રોડ્યુસર રિતેશ સિધવાની અને એક્ટર ફરહાન અખ્તર આ બોયપિક પર કામ કરી રહ્યા છે. એક અખબાર સાથે ઈન્ટરવ્યુમાં દીપા મલિકએ પોતે આ વાત કરી હતી.

આ પણ વાંચોઃ કિયારા અડવાણીઃકબીર સિંઘની હિરોઈનના જુઓ અનસીન ફોટોઝ

રિતેશ સિધવાનીએ કહ્યું હતું કે,'મેં તેમના વીડિયો જોયા છે, હું જાણું છું કે તેની સ્ટોરી જબરજસ્ત છે, પરંતુ જ્યારે હું તેમને મલ્યો અને તેમણે મને પોતાનું મેડલ આપ્યું તો મારા રૂંવાડા ઉભા થઈ ગયા. જ્યારે તે મારા સામે બેઠા તો બિલકુલ એવું નહોતું લાગ્યું કે હું એક દિવ્યાંગ સાથે વાત કરી રહ્યો છું. તે સશક્ત છે, ઉર્જાવાન છે. અમે જાણીએ છીએ કે તેમની સ્ટોરી મોટા પડદા પર લાવવાની જરૂર છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK