લાલ કપ્તાનમાં આવો હશે સોનાક્ષી સિન્હાનો લૂક..જુઓ તસવીરો

મુંબઈ | Sep 27, 2019, 16:03 IST

લાલ કપ્તાનમાં સોનાક્ષી સિન્હાનો લૂક સામે આવ્યો છે. નૂર બાઈ બનેલી સોનાક્ષીનો લૂક બેહદ ખુબસૂરત છે.

લાલ કપ્તાનમાં આવો છે સોનાક્ષીનો લૂક
લાલ કપ્તાનમાં આવો છે સોનાક્ષીનો લૂક

અભિનેતા સૈફ અલી ખાન જલ્દી જ પોતાના ચાહકો માટે એક ધમાકેદાર ફિલ્મ લાલ કપ્તાન લઈને આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ફિલ્મના બે પોસ્ટર અને ટ્રેલર સામે આવી ચુક્યા છે, જેને નિર્દેશકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સોનાક્ષી પણ નાની પરંતુ મહત્વની ભૂમિકામાં જોવા મળશે, જેનો ફર્સ્ટ લૂક સામે આવી ચુક્યો છે.

હાલમાં જ દબંગ એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કેટલીક ખૂબ જ ખૂબસુરત તસવીરો શેર કરી છે, જેમાં તે નૂરબાઈના કિરદારમાં જોવા મળી રહી છે.

તસવીરમાં સોનાક્ષી લાલ રંગના અનારકલી સૂટમાં નજર આવી રહી છે. એક રાણી જેવી લાગી રહેલી સોનાક્ષી પડદામાં છે. તેનો અડધો ચહેરો ઢંકાયેલો છે. સોનાક્ષીના આ લૂકને જોઈને ચાહકોને ફિલ્મ જોવાની ઉત્સુકતા છે.

 
 
 
View this post on Instagram

Noor Bai...#LaalKaptaan @cypplofficial

A post shared by Sonakshi Sinha (@aslisona) onSep 27, 2019 at 1:14am PDT


આ પહેલા ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર સામે આવી ચુક્યું છે. જેમાં સૈફ અલી ખાન એક નાગા સાધૂના રોલમાં નજર આવી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને પણ દર્શકો પાસેથી સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. તમને જણાવી જઈએ કે ટ્રેલરમાં સોનાક્ષીનો અવાજ સાંભળવા મળી રહ્યો હતો, જેને સાંભળીને સૌ કોઈના મનમાં સવાલ ઉઠી રહ્યા હતા.

આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

એક ઈંટરવ્યૂ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટરે કહ્યું હતું કે ફિલ્મમાં સોનાક્ષી સૌથી ખૂબસુરત ભાગ છે. ફિલ્મ 18 ઓક્ટોબરે રીલિઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK