વિદ્યા બાલનના વેકેશનના ફોટા પર કેમ ગુસ્સે થઈ સોનાક્ષી ?

Published: Jun 11, 2019, 14:44 IST | મુંબઈ

વિદ્યા બાલન હાલ બાલી ટાપુ પર વેકેશન મનાવી રહી છે. અભિનેત્રી વિદ્યા બાલને વેકેશનના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે. અને વિદ્યા બાલનના આ ફોટોઝ પર ફેન્સ અવિરત કમેન્ટ કરી રહ્યા છે.

Image Coutresy: Vidyabalan instagram
Image Coutresy: Vidyabalan instagram

વિદ્યા બાલન હાલ બાલી ટાપુ પર વેકેશન મનાવી રહી છે. અભિનેત્રી વિદ્યા બાલને વેકેશનના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે. અને વિદ્યા બાલનના આ ફોટોઝ પર ફેન્સ અવિરત કમેન્ટ કરી રહ્યા છે.

આ ફોટોઝમાં વિદ્યા બાલન બીચ પર મરૂન કલરના કેઝ્યુઅલ ગાઉનમાં બ્રેક એન્જોય કરતી દેખાઈ રહી છે. વિદ્યા બાલનના બાલીના વેકેશનના ફોટોઝ જોઈને તમને પણ રજા લઈ ફરવા જવાની ઈચ્છા થઈ જશે. વિદ્યા બાલને બાલીના વેકેશનના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. તેણે આ ફોટોઝ સાથે લખ્યું છે,"#Alive #Happy #FunintheSun #PureJoy. i looove my dress.Thankoo".

vidya sona

જો કે વિદ્યા બાલનના વેકેશનના આ ફોટોએ સોનાક્ષી સિંહાને ગુસ્સે કરી દીધી છે. સોનાક્ષી સિંહાએ વિદ્યા બાલનના ફોટો પર કમેન્ટ કરી પોતાનો ગુસ્સો દર્શાવ્યો છે. વિદ્યા બાલને લખ્યું,'Why didn't you take me with you'

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિદ્યા બાલને પોતાના ઈનસ્ટાગ્રામ હેન્ડલ પર બોડી શૅમિંગને લઈ એક વીડિયો શૅર કર્યો હતો, જેને લઈ તે ચર્ચામાં આવી હતી. આ વીડિયોમાં વિદ્યા બાલન ડાઈલોગ બોલતી દેખાઈ હતી. વીડિયોમાં વિદ્યા બાલન જબરજસ્ત કોન્ફિડન્સ સાથે ડાઈલોગ બોલી રહી હતી. આ વીડિયોમાં તેણે પોતાના લૂક પર થતી કમેન્ટ્સ અને જોક્સને હાઈલાઈટ કરી તેના વિરુદ્ધ પોતાનો વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ વીડિયોમાં વિદ્યા બાલને કહ્યું હતું,'કોઈના રંગ, આકાર, વજન વિશે મજાક ન ઉડાવો. બધા જ જુદા છે... એટલે જ દરેક વ્યક્તિ સ્પેશિયલ છે.' વિદ્યા બાલનનો આ વીડિયો એક ખાનગી રેડિયો સ્ટેશનના કેમ્પેઈનનો ભાગ હતો.

આ પણ વાંચોઃ જીનિતા રાવલઃ 'દીકરી વ્હાલનો દરિયો'ની સેજલનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

વિદ્યા બાલને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલાક દિવસો પહેલા જ અપલોડ કર્યો હતો. જેમાં વિદ્યા બાલન બ્લેક સાડીમાં પીંખાયેલા મેક અપ સાથે જોવા મળી હતી. આ વીડિયોમાં વાત કરતા કરતા વિદ્યા બાલન ભાંગી પડી હતી. તેણે વીડિયો સાથે લખ્યું હતું,'આપણામાંથી મોટા ભાગના લોકો બોડી શેમિંગના વિક્ટિમ બને છે.'

વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલ વિદ્યા બાલન મિશન મંગલના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, અક્ષયકુમાર જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK