સોનાક્ષી સિન્હાએ છેતરપિંડીનો આરોપ મૂકનારને કહ્યું બેશરમ

મુંબઈ ડેસ્ક | Jul 12, 2019, 16:56 IST

સોનાક્ષી સિન્હા પર કાર્યક્રમ આયોજકોએ મૂક્યો 420 અને 406ની કલમ હેઠળ કેસ કર્યો છે.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા

ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ તેના પર છેતરપિંડીના આરોપોનું ખંડન કર્યું છે. આ સિવાય તેણે કહ્યું કે તેની છબિે ખરાબ કરવાનો પ્રયત્ન કરાયો છે. નોંધનીય છે કે સોનાક્ષી સિન્હાના ઘરે ઉત્તર પ્રદેશની પોલીસ આ મામલે તપાસ કરવા પહોંચી છે.

સોનાક્ષી સિન્હાએ સ્પષ્ટીકરણ આપતાં સોશિયલ મીડિયા પર લખ્યું, "એક કાર્યક્રમ આયોજક જે પોતાની વાતો પર કાયમ ન રહી શક્યો, તેને લાગે છે કે તે મીડિયાના માધ્યમથી મારી છબિ ખરાબ કરીને કંઇક મેળવી લેશે. આ વિષયમાં તપાસ કરતાં બધાં અધિકારીઓને મારો સંપૂર્ણ સહયોગ રહેશે અને હું ઈચ્છું છું કે આ તપાસ થાય. હું મીડિયાને આ નિવેદન કરું છું કે તે આ બેશરમ વ્યક્તિની વિચિત્ર માગણીઓને પ્રોત્સાહન ન આપે."

નોંધનીય છે કે સોનાક્ષી સિન્હા પર કાર્યક્રમના આયોજકોએ 420 અને 406ની કલમ હેઠળ કેસ કર્યો છે. સોનાક્ષીની મેનેજર સતત એ વાતને અસ્વીકાર કરે છે. ઉલ્લેખનીય છે કે મુરાદાબાદના એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરે સોનાક્ષી સિન્હા પર છેતરપિંડીનો આરોપ મૂકીને કેસ કર્યો છે.

ચર્ચા આ પ્રમાણે સોનાક્ષીને ગયા સપ્ટેમ્બર 2018માં એક ઇવેન્ટમાં પર્ફોર્મ કરવા જવાનું હતું. આ માટે તેને મહેનતાણા તરીકે 24 લાખ રૂપિયા પણ લીધા હતા પણ તે કાર્યક્રમમાં ન આવી. તેને કારણે કાર્યક્રમના આયોજકોનું મોટું નુકસાન થયું. ત્યાર પછી આયોજકોએ સોનાક્ષી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી.

આ પણ વાંચો : સોનાક્ષી સિન્હા: 'ખાનદાની શફાખાના' લોકોને વિચારવા પર કરશે મજબૂર

ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ ખાનદાની શફાખાનામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. સોનાક્ષી સિન્હા કહે છે કે તેની આગામી ફિલ્મ 'ખાનદાની શફાખાના' લોકોને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે સમાજમાં આજે પણ સેક્સ એક ટેબૂ છે. ફિલ્મ નિર્દેશક શિલ્પી દાસગુપ્તા કહે છે કે 'ખાનદાની શફાખાના' એક યુવાન છોકરીની સ્ટોરી છે જેને પંજાબમાં તેના સ્વર્ગીય મામાનું સેક્સ ક્લિનિક વારસામાં મળે છે. સાથે જ સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે, "ફિલ્મની એક લાઇનની પિચ સાંભળીને જ "એક છોકરીની સ્ટોરી જેને તેના મામાની સેક્સ ક્લિનિક વારસામાં મળે છે" મને લાગ્યું કે કોઈ આવી ફિલ્મ માટે તે મારી સાથે સંપર્ક જ કેમ કરી શકે."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK