Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષી ધર્મસંકટમાં : પિતાના મિત્રની ફિલ્મ છોડી અરબાઝની ફિલ્મ પકડી

સોનાક્ષી ધર્મસંકટમાં : પિતાના મિત્રની ફિલ્મ છોડી અરબાઝની ફિલ્મ પકડી

10 November, 2011 08:19 PM IST |

સોનાક્ષી ધર્મસંકટમાં : પિતાના મિત્રની ફિલ્મ છોડી અરબાઝની ફિલ્મ પકડી

સોનાક્ષી ધર્મસંકટમાં : પિતાના મિત્રની ફિલ્મ છોડી અરબાઝની ફિલ્મ પકડી






સોનાક્ષી સિંહા થોડા દિવસ પહેલાં જબરદસ્ત મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. એક તરફ પોતાને પહેલી જ ફિલ્મથી સ્ટાર બનાવનાર ‘દબંગ’ની સીક્વલ અને બીજી તરફ તેનો મનપસંદ ગ્લૅમરસ રોલ ધરાવતી તથા પિતાના અંગત મિત્રો અબ્બાસ-મસ્તાનની ‘રેસ’ની સીક્વલમાંથી કોઈ એકની તેને પસંદગી કરવી પડી હતી. ‘દબંગ ૨’માં જેટલી ટીમ કામ કરે એ માત્ર એ જ ફિલ્મ પર કામ કરી રહી હોય એવી અરબાઝ ખાનની ઇચ્છાને માન આપી સોનાક્ષીએ અંતે અબ્બાસ-મસ્તાનની ફિલ્મ છોડવી પડી હતી.


સોનાક્ષીની કરીઅરને પહેલી ફિલ્મથી જ ઊંચાઈ આપી હોવાને કારણે તે ‘દબંગ’ને વધુ મહત્વ આપે એ સ્વાભાવિક હતું. જોકે બીજી તરફ ‘રેસ ૨’માં તે પહેલી વખત એક ગ્લૅમરસ અવતારમાં દેખાવાની હતી અને એ માટે તેણે ઘણી તૈયારીઓ પણ કરવાનું વિચાર્યું હતું. આ ઉપરાંત શત્રુઘ્ન અને પૂનમ સિંહા સાથે અબ્બાસ-મસ્તાનની મિત્રતા ઘણી સારી હોવાને લીધે સોનાક્ષી તરત જ ફિલ્મ માટે ના પાડી શકે એમ નહોતી. જોકે તેને નિર્ણય ખૂબ જ ઓછા સમયમાં લેવાનું કહેવામાં આવ્યું હતું.


અરબાઝ ખાને જ્યારે ‘દબંગ ૨’ ડિરેક્ટ કરવાનો નિર્ણય લીધો ત્યારથી એક વાત તેણે પકડી રાખી છે કે ફિલ્મમાં તે કહેશે એ પ્રકારે જ ટીમ અને કાસ્ટનું સિલેક્શન થશે. આ ઉપરાંત મૂળ ફિલ્મની ટીમના ઘણા સભ્યો ડિરેક્ટર અભિનવ સિંહ કશ્યપથી નજીક હોવાને લીધે તેમણે આ સીક્વલ છોડી પણ હતી. આ કારણે જ અરબાઝને લાગવા માંડ્યું હતું કે મૂળ ફિલ્મની જે ટીમ સીક્વલમાં નથી એ તમામ લોકો અભિનવ સિંહ કશ્યપની નજીકના છે. આ કારણે પણ સોનાક્ષીએ ‘દબંગ ૨’ કરવી પડે એવા જ સંજોગો ઊભા થયા હતા.

બન્ને ફિલ્મોનું શૂટિંગ માર્ચ-૨૦૧૨થી શરૂ થવાનું હતું. જોકે સંભાવનાઓ હતી કે સોનાક્ષીના શેડ્યુલને દીપિકાના શેડ્યુલની જેમ જ તેની તારીખો મુજબ બદલવામાં આવે, પણ સોનાક્ષીનાં અરમાનો પર પાણી ફરી વળ્યાં હતાં.

અબ્બાસ-મસ્તાનના અબ્બાસ કહે છે, ‘હા, સોનાક્ષીએ અમને ફોન કરીને કહ્યું હતું કે તેને ‘દબંગ’ની સીક્વલમાં કામ કરવું છે. તેને હા પાડવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ પણ નહોતો.’ Whatsapp-channel Whatsapp-channel

10 November, 2011 08:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK