હવે, સોનાક્ષી પેરેન્ટ્સ સાથે વધુ નહીં રહે

Published: 3rd October, 2011 19:30 IST

શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહા બૉલીવુડમાં આવી છે ત્યારથી તેના પર તેના પિતાનો ભારે કડક જાપ્તો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે હવે સોનાએ દિવાળીથી પેરન્ટ્સથી અલગ પોતાના સ્વતંત્ર ફ્લૅટમાં શિફ્ટ થઈ જવાનો નિર્ણય લીધો છે.

 

જોકે તેનો આ ફ્લૅટ મમ્મી-પપ્પાના ઘરની નજીક જ હોવાને કારણે શત્રુઘ્ન સિંહા પોતાની લાડલી દીકરી પર નજર પણ રાખી શકશે. હકીકતમાં શત્રુઘ્નનો જુહુ ખાતે આવેલો ‘રામાયણ’ બંગલો તોડીને ત્યાં અપાર્ટમેન્ટ બ્લૉક્સ બનાવવામાં આવ્યા છે. આ અપાર્ટમેન્ટમાંથી એક અપાર્ટમેન્ટ સોનાક્ષીને અને એક અપાર્ટમેન્ટ દીકરાઓ લવ-કુશને આપવામાં આવ્યા છે, કારણ કે શત્રુઘ્નને લાગે છે કે હવે તેમનાં બાળકો મોટા થઈ ગયાં હોવાને કારણે તેમને સ્વતંત્ર જગ્યાની જરૂર છે. વળી સોનાક્ષી ઍક્ટ્રેસ બની ગઈ હોવાને કારણે તેની લાઇફસ્ટાઇલ સાવ બદલાઈ ગઈ છે. હવે તેને ઘણા લોકો મળવા આવતા હોવાને કારણે તેના માટે અલાયદી જગ્યા જરૂરી બની ગઈ છે.

આ નર્ણિય વિશે વાત કરતાં સોનાક્ષીની મમ્મી પૂનમ કહે છે, ‘બાળકો મોટાં થાય છે એમ તેમને અલાયદી જગ્યા જોઈએ છે. હું અને મારા પતિ ઘણા વખતથી આ મુદ્દે વિચાર કરતાં હતાં. આ જરૂરી છે, કારણ કે હવે તેમની પણ પોતાની અંગત જિંદગી છે. અમારા ખ્યાલ પ્રમાણે ‘રામાયણ’ દિવાળી સુધી તૈયાર થઈ જતાં અમે ફરી એમાં રહેવા ચાલ્યાં જઈશું, પણ આ વખતે ઘરના માળખાની સાથે-સાથે પરિસ્થિતિ પણ અલગ હશે. જોકે આ જ જીવન છે અને પરિવર્તનને અટકાવી શકાતું નથી.’

સોનાક્ષી આ દિવાળી વખતે ભવ્ય હાઉસવૉર્મિંગ પાર્ટી આપવા માગે છે અને લાગે છે કે હવે તે ઘરે સમયસર આવી જવાની પપ્પાની ડેડલાઇન પાળવાના મૂડમાં પણ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK