કેટલાક શો ઈશ્વરની મહેરબાનીથી જ બને

Published: Jun 23, 2020, 23:01 IST | Rashmin Shah | Rajkot

ગજેન્દ્ર ચૌહાણની આ વાત સાથે દરેક મેકર સહમત થાય છે

ગજેન્દ્ર ચૌહાણ
ગજેન્દ્ર ચૌહાણ

‘મહાભારત’ અને ‘શ્રીગણેશ’ જેવા બે આઇકૉનિક શો સાથે જોડાયેલા ઍક્ટર ગજેન્દ્ર ચૌહાણ દૃઢપણે માને છે કે ડિવાઇન પાવર સામે માણસનું કશું આવતું નથી અને એટલે જ કેટલાંક કામ ઉપરવાળાની મહેરબાનીથી જ થતાં હોય છે. 

ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે ‘આવું જ ટીવી-શોમાં પણ છે. કેટલાક શો ઈશ્વરની મહેરબાનીથી જ બનતા હોય છે. ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘શ્રીગણેશ’ એવા જ શો છે. એ શોને જે સફળતા મળી છે એ ઈશ્વરની ઇચ્છા વિના શક્ય જ નથી.’
આ તમામ શોને દાયકાઓ વીતી ગયા છે અને એ પછી પણ આ શોની રાહ આતુરતાપૂર્વક જુએ અને શોની એકેક મિનિટ માણે એવું અત્યારના સમયમાં બની રહ્યું છે. આ તમામ શોએ ટીઆરપી ચાર્ટ પર પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે અને એવું પણ કહેવાય છે કે લૉકડાઉન પછીના પિરિયડમાં આ પ્રકારના શો નવા ટ્રેન્ડને લઈ આવવાનું કામ કરશે.
ગજેન્દ્ર ચૌહાણ કહે છે કે ‘આ શો આજના સમયમાં પણ નંબર-વન રહે એ હજી પણ માનવામાં નથી આવતું, પણ ઈશ્વરની ઇચ્છા સામે ક્યાં કોઈનું કશું ચાલ્યું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK