Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > “હુમા કુરેશી સાથેના અફેર વિશે પૂરતા સબૂત હોય તો રજૂ કરો નહીંતર ચૂપ રહો”

“હુમા કુરેશી સાથેના અફેર વિશે પૂરતા સબૂત હોય તો રજૂ કરો નહીંતર ચૂપ રહો”

10 September, 2016 04:48 AM IST |

“હુમા કુરેશી સાથેના અફેર વિશે પૂરતા સબૂત હોય તો રજૂ કરો નહીંતર ચૂપ રહો”

“હુમા કુરેશી સાથેના અફેર વિશે પૂરતા સબૂત હોય તો રજૂ કરો નહીંતર ચૂપ રહો”


Sohail Khan and Huma Qureshi


મોહર બાસુ

સોહેલ ખાન આજકાલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. મીડિયામાં સતત એવી વાતો ચાલી રહી છે કે હુમા કુરેશી સાથે વધી રહેલી નજદીકીને કારણે તેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. આવા સમાચારોને કારણે જ તે મીડિયામાં તેના જીવન વિશેની કોઈ પણ વાત કરવાનું ટાળે છે.



તે કહે છે, ‘પહેલી વાત તો એ કે આવી અફવા ક્યાંથી શરૂ થઈ એની જ મને ખબર નથી. હું એક માણસ છું અને તેથી જ આવી વાતો મને ખૂબ જ અસર કરે છે. તમે આવી વાતોને ત્યારે જ સફાઈ આપી શકો છો જ્યારે એમાં એક ટકો પણ સત્ય છુપાયેલું હોય. મેં મારા વિશે એવી વાતો વાંચી છે જેનાથી મને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. જો તમે મારું નામ કોઈ સાથે જોડી રહ્યા હો તો એટલી હિંમત રાખો કે એ સમાચાર સાથે તમે નામ જણાવો. હું ક્યાં રહું છું અને શું કરું છું એ વિશે હોમવર્ક કરો અને પૂરી માહિતી રાખો. તમે મારા અફેરની જે વાત કરો છો એ વિશે તમારી પાસે પૂરતા સબૂત હોય તો રજૂ કરો, હું ચૂપ થઈ જઈશ. કોઈ પણ વસ્તુને જાણ્યા વગર તમને બધી જ ખબર છે એ રીતે લખવાનું બંધ કરો. સેલિબ્રિટીઝ મોટા ભાગે ન્યુઝપેપરમાં છપાતા ખોટા સમાચાર સાથે લડી રહી હોય છે.


sohail

ન્યુઝપેપરમાં જે ‘સૂત્રો દ્વારા જાણવા મળ્યું’ એવા સમાચાર આપવામાં આવે છે એ સૂત્રો કોણ હોય છે એ વિશે જ અમને ખબર નથી પડતી. મને મારા માટે કોઈ દુ:ખ નથી થતું, પરંતુ મને મારી પત્ની અને બાળકો માટે દુ:ખ થાય છે. મીડિયામાં સમાચાર માટે ગમે તેવી ગૉસિપ છાપવામાં આવે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે અમારે પણ ઘરમાં મમ્મી-પપ્પા હોય છે. અમારાં બાળકો સ્કૂલમાં જાય છે અને તેમને અમારા લગ્નજીવન વિશે પૂછવામાં આવે છે. અમારાં બાળકો પર શું વીતે છે એનો તમને અંદાજ પણ નહીં હોય. હું એટલું જ કહેવા માગું છું કે તમે જે કંઈ લખો એ માટે તમારી પાસે પૂરતા સબૂત હોય તો જ લખો.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2016 04:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK