જાન્હવી કપૂરે બૂક લોન્ચમાં કર્યું આવું, ટ્રોલર્સે કહ્યું,'વાંચતા આવડે છે કે નહીં ?'

Published: Aug 24, 2019, 17:10 IST | મુંબઈ

ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ જાન્હવી કપૂર તાજેતરમાં જ 'કૉલિંગ સહમત' નામની બુક લોન્ચ માટે પહોંચી હતી. આ દરમિયાન જાન્હવીએ એક એવી ભૂલ કરી કે લોકો તેમના સુંદર ટ્રેડિશનલ લૂકના વખાણ કરવા કરતા વધુ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ જાન્હવી કપૂર તાજેતરમાં જ 'કૉલિંગ સહમત' નામની બુક લોન્ચ માટે પહોંચી હતી. આ દરમિયાન જાન્હવીએ એક એવી ભૂલ કરી કે લોકો તેમના સુંદર ટ્રેડિશનલ લૂકના વખાણ કરવા કરતા વધુ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર આ બુક લોન્ચ ઈવેન્ટમાં ટ્રેડિશનલ સાડી પહેરીને પહોંચી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ઈવેન્ટમાં બધા જ લોકો પોતાના હાથમાં લોન્ચ થયેલી બુક પકડીને પોઝ આપી રહ્યા છે. જો કે જાન્હવીએ પોતાના હાથમાં બુક ઉંધી પકડી છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડી રહી છે.

janhvi troll

પુસ્તકને ઉંધુ પકડવાની સાથે જાન્હવીએ એવી રીતે પકડ્યું છે કે તેમનું નામ પણ છુપાયેલું છે. જાન્હવીની આ જ ભૂલના કારણે તે ટ્રોલર્સનો શિકાર બન્યા છે.

janhvi troll

જાન્હવીના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે તેના પર કમેન્ટ કરી છે કે,'આ એ સેલેબ્સ છે જેમની સાથે એક સેલ્ફી લેવા આપણે તડપીએ છીએ. વાંચવાનું તો દૂરની વાત છે, તેમને બુક સીધી પકડતા નથઈ આવતી. સારું છે પ્રિયંકા ચોપરા અને સુષ્મિતા જેવા પણ છે.'

તો એક યુઝરે મજાક ઉડાવતા લખ્યું કે,'બુક લોન્ચ પર પહોંચી છે તો કમ સે કમ બુક તો સીધી પકડતા શીખી જા. કે પછી વાંચતા નથી આવડતું.'

આ પણ વાંચોઃ Happy Janmashtami: શિલ્પા શેટ્ટીના પુત્ર વિયાને ફોડી દહીહાંડી,જુઓ ફોટોઝ

તમને જણાવી દઈએ કે જાન્હવી ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ 'દોસ્તાના 2'માં કાર્તિક આર્યન સાથે દેખાશે. આ ઉપરાંત જાન્હવી ગુંજન સક્સેનાની બાયોપિક, રુહી અફ્ઝા, તખ્ત અને રણભૂમિમાં કામ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK