Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સોભિતા ધુલીપાલાની સિતારા ઍમેઝૉન પ્રાઇમ પર થશે રિલીઝ

સોભિતા ધુલીપાલાની સિતારા ઍમેઝૉન પ્રાઇમ પર થશે રિલીઝ

14 September, 2020 09:11 PM IST | Ahmedabad
Nirali Dave

સોભિતા ધુલીપાલાની સિતારા ઍમેઝૉન પ્રાઇમ પર થશે રિલીઝ

સિતારા

સિતારા


ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘મેડ ઇન હેવન’ ફેમ સોભિતા ધુલીપાલાની આગામી ફિલ્મ ‘સિતારા’ ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ રોની સ્ક્રૂવાલાના બૅનર આરએસવીપી મૂવીઝ હેઠળ બની રહી છે અને એનાં ડિરેક્ટર વંદના કટારિયા છે. ‘સિતારા’માં સોભિતા સાથે રાજીવ સિદ્ધાર્થ લીડ રોલમાં છે. ફિલ્મમાં એક સ્વતંત્ર મિજાજની ઇન્ટીરિયર ડિઝાઇનર અને શેફ બનવા માગતા પુરુષના રિલેશનશિપને એક્સ્પ્લોર કરવામાં આવશે.
આ ફિલ્મનું શૂટિંગ માર્ચ દરમ્યાન મુંબઈમાં શરૂ થયું હતું, પણ કોરોનાના લૉકડાઉનને લીધે મોટો બ્રેક પડી ગયો અને હવે ફરી નવેમ્બરમાં નવા શેડ્યુલ મુજબ એનું શૂટિંગ શરૂ થશે. સોભિતાએ ‘મેડ ઇન હેવન’થી એક અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મેળવી છે અને ‘સિતારા’માં પણ તેનું પાત્ર મજબૂત છે.
પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા કહે છે કે ‘આ ફિલ્મમાં ડિસફંક્શનલ ફૅમિલીની વાત છે અને એ સંબંધમાં પ્રેમ સાથે સ્વીકારની લાગણી પર ભાર મૂકે છે. ‘સિતારા’ને અમે આવતા વર્ષે રિલીઝ કરવાનું વિચાર્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 09:11 PM IST | Ahmedabad | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK