Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ...તો વિદ્યા મલયાલમ હિરોઇન બની હોત

...તો વિદ્યા મલયાલમ હિરોઇન બની હોત

19 February, 2020 11:04 AM IST | Mumbai
Ashu Patel

...તો વિદ્યા મલયાલમ હિરોઇન બની હોત

વિદ્યા બાલન

વિદ્યા બાલન


યસ, વિદ્યા બાલન કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેને એકસાથે એક ડઝન ફિલ્મો મળી હતી અને એ તમામ ફિલ્મ નિર્માતાઓએ તેને બૂંદિયાળ ગણીને ફિલ્મમાંથી પડતી મૂકી હતી!

વિદ્યા બાલન ટીનેજર હતી ત્યારથી જ શબાના આઝમી અને માધુરી દીક્ષિતની ગાંડી ચાહક હતી. કૉલેજમાં અભ્યાસ દરમ્યાન વિદ્યાને સાઉથના સુપરસ્ટાર મોહનલાલ સામે હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી હતી. વિદ્યાએ મોહનલાલની હિરોઇન તરીકે ‘ચક્રમ’ નામની મલયાલમ ફિલ્મ સાઇન કરી એ વાત ફેલાઈ એ સાથે એક ડઝન મલયાલમ ફિલ્મ-નિર્માતાઓએ તેને પોતાની ફિલ્મમાં હિરોઇન તરીકે સાઇન કરી લીધી હતી. મોહનલાલનું એટલું મોટું નામ હતું કે તેની સાથે હિરોઇન તરીકે કોઈ છોકરી પસંદ થાય એ બહુ મોટી વાત હતી એટલે મોહનલાલ સાથે ફિલ્મ સાઇન કરવાને કારણે વિદ્યાને ધડાધડ મલયાલમ ફિલ્મોની ઑફર્સ મળવા માંડી. 



વિદ્યા સાતમા આસમાનમાં વિહરવા લાગી હતી, પરંતુ કોઈક કારણસર એ ફિલ્મ અભરાઈએ ચડી ગઈ હતી. એને કારણે વિદ્યા બાલનની કરીઅર ટેક-ઑફ થતાં પહેલાં જ ક્રૅશ થઈ ગઈ હતી. મોહનલાલની કોઈ પણ ફિલ્મ અનાઉન્સ થાય પછી એ અટકી પડે, અભરાઈએ ચડી જાય એવું ક્યારેય બન્યું નહોતું એટલે મલયાલમ સિનેમાજગતે વિદ્યા બાલનને એ ફિલ્મ અભરાઈએ ચડવા માટે જવાબદાર ઠેરવી હતી.
 
બધા કહેવા લાગ્યા કે આ મનહૂસ છોકરીને કારણે મોહનલાલ જેવા સુપરસ્ટારની ફિલ્મનો પ્રોજેક્ટ લટકી પડ્યો! તેના પર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ બૂંદિયાળનું લેબલ લગાવી દીધું અને તેને એક ડઝન ફિલ્મ પ્રોડ્યુસર્સે સાઇન કરી હતી એ તમામ પ્રોડ્યુસરોએ તેને પોતાની ફિલ્મમાંથી તગેડી મૂકી હતી.


વિદ્યા બાલન માટે એ સમય બહુ કપરો હતો. સ્વાભાવિક રીતે કોઈ પણ યુવતી આવી સ્થિતિમાં માનસિક રીતે પડી ભાંગે, પણ વિદ્યા બાલને એ આઘાત પચાવીને ફરી નવેસરથી કરીઅરની શરૂઆત કરી હતી. 

ફિલ્મની હિરોઇન તરીકે કરીઅર શરૂ કરવામાં આટલી નિષ્ફળતા અને મુશ્કેલીઓ પછી વિદ્યા બાલને થોડા સમય માટે હિરોઇન બનવાનું સપનું બાજુએ મૂકી દીધું અથવા તો કોશિશ કરવાનું છોડી દીધું હતું. એ પછી વિદ્યા ૬૦ જેટલી ટેલિવિઝન કમર્શિયલ ઍડમાં અને મ્યુઝિક વિડિયોમાં ચમકી, જેમાંની મોટા ભાગની ઍડ અને મોટા ભાગના મ્યુઝિક વિડિયો પ્રદીપ સરકાર દ્વારા ડિરેક્ટ કરાયા હતા અને એ રીતે તે પ્રદીપ સરકારની નજરમાં આવી ગ, અને પ્રદીપ સરકારે પછી તેને ‘પરિણીતા’ ફિલ્મ માટે સાઇન કરી અને પછી જે થયું એની બધાને ખબર છે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2020 11:04 AM IST | Mumbai | Ashu Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK