સ્લમડોગ સ્ટારર દેવ પટેલ અને અનુપમ ખેરની ‘હોટલ મુંબઈ’ 22 નવેમ્બરે રીલિઝ થશે

Published: Oct 04, 2019, 19:00 IST | Mumbai

દેવ પટેલ સ્ટારર ફિલ્મ ‘હોટલ મુંબઈ’ ભારતમાં 22 નવેમ્બરના રોજ રીલિઝ થઇ રહી છે. હોટલ મુંબઇ ફિલ્મ ભારતમાં કુલ 4 ભાષા અંગ્રેજી, હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મ 2008માં ભારતના મુંબઈની તાજ હોટલમાં થયેલા આંતકી હુમલાની સ્ટોરી છે.

હોટેલ મુંબઇ ફિલ્મ
હોટેલ મુંબઇ ફિલ્મ

Mumbai :સ્લમડોગ મિલ્યનેરફેમ દેવ પટેલ સ્ટારર ફિલ્મ હોટલ મુંબઈભારતમાં 22 નવેમ્બરના રોજ રીલિઝ થઇ રહી છે. હોટલ મુંબઇ ફિલ્મ ભારતમાં કુલ 4 ભાષા અંગ્રેજી, હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મ 2008માં ભારતના મુંબઈની તાજ હોટલમાં થયેલા આંતકી હુમલાની સ્ટોરી છે. તેમાં 160થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ફિલ્મની સ્ટારકાસ્ટમાં દેવ પટેલની સાથે અનુપમ ખેર અને ઓસ્કર નોમિનેટેડ એક્ટર આર્મી હેમર પણ દમદાર અભિનયમાં જોવા મળશે.


આ પણ જુઓ : PHOTOS: બિકિનીમાં મૌની રૉયની આ તસવીરોએ મચાવી ધૂમ


હોટલ મુંબઈ
ફિલ્મ હોટલ મુંબઈમાં દેવ પટેલ તાજ મહાલ હોટલના કર્મચારી અર્જુનના રોલમાં છે, જ્યારે અનુપમ ખેરે શેફ હેમંત ઓબેરોયની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મના ડિરેક્ટર ઓસ્ટ્રેલિયન ફિલ્મમેકર એન્થની મારસ છે. ફિલ્મમાં તાજ હોટલના સ્ટાફની સ્ટોરી બતાવવામાં આવી છે જેમણે સ્માર્ટલી અને હિંમતથી હોટલના મહેમાનોને બચાવ્યા છે. હોટલ મુંબઈફિલ્મ 2009ની ડોક્યુમેન્ટરી ફિલ્મ સર્વાઈવિંગ મુંબઈપરથી બનાવવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK