આજથી શરૂ થાય છે કૌન બનેગા કરોડપતિ
આ વખતે આખા વીક દરમ્યાન નહીં પણ વીક-એન્ડમાં એટલે કે શુક્ર-શનિ અને રવિવારે આ ગેમ-શો પ્રસારિત કરવામાં આવશે. આ સીઝનમાં કુલ ૫૮ એપિસોડ્સ પ્રસારિત થશે જેમાં કેટલાક સેલિબ્રિટીઝ સાથેની ગેમનો પણ સમાવેશ થઈ જાય છે. આ વખતની થીમ છે ‘જ્ઞાન હી આપકો આપકા હક દિલાતા હૈ’.
આજના પહેલા એપિસોડમાં અમિતાભ બચ્ચનની સાથે સ્પર્ધક તરીકે અમૃતસરનો કંવર સુરતેજ સિંહ હૉટ-સીટ પર જોવા મળશે. બિગ બીની સામે બેસીને ખૂબ ઇમોશનલ થઈ ગયેલા આ પંજાબી મુંડાએ લાગ જોઈને અમિતાભને પોતાની સાથે ભાંગડા કરાવવાનો મોકો મેળવી લીધો હતો.