Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બલવિંદર સિંહ ફેમસ હો ગયાથી બે સિંગર બની ગયા છે ઍક્ટર

બલવિંદર સિંહ ફેમસ હો ગયાથી બે સિંગર બની ગયા છે ઍક્ટર

29 August, 2012 06:43 AM IST |

બલવિંદર સિંહ ફેમસ હો ગયાથી બે સિંગર બની ગયા છે ઍક્ટર

બલવિંદર સિંહ ફેમસ હો ગયાથી બે સિંગર બની ગયા છે ઍક્ટર


singer-actoreશાન અને મીકા સિંહ જેવા સિંગર્સને હીરો તરીકે લઈને બની રહેલી ફિલ્મ ‘બલવિંદર સિંહ ફેમસ હો ગયા’ માટે આ બન્ને સિંગર એવા તે કામે લાગી ગયા છે કે બન્ને પોતાના રેકૉર્ડિંગ કૅન્સલ કરાવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતના દીવમાં શૂટિંગ માટે આવેલા શાને ત્રણ ગીતનું અને મીકાએ પોતાના બે સૉન્ગનું રેકૉર્ડિંગ કૅન્સલ કર્યું છે. શાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ શેડ્યુલ એક વીકનું હતું, પણ વરસાદને કારણે શેડ્યુલ સાતને બદલે પંદર દિવસનું થતાં અમારે રેકૉર્ડિંગ છોડવું પડ્યું છે. મારું રેકૉર્ડિંગ પાછળ ગયું છે તો મીકાના એક સૉન્ગનું રેકૉર્ડિંગ પોસ્ટપોન થયું છે અને એક સૉન્ગ તેણે છોડી જ દીધું છે.’

સૉન્ગ-સીક્વન્સ અને થોડા ઇમ્ર્પોટન્ટ સીનના શૂટિંગ માટે દીવ આવેલા આ સિંગરનાં ગીતો પર આ જ સુધી બીજા હીરો ડાન્સ કરતા હતા, પણ આ વખતે પહેલી વખત પોતાના જ ગીત પર તે બન્ને ડાન્સ કરી રહ્યા છે. સૉન્ગની કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે કહ્યું હતું કે ‘શાન અને મીકા એટલું સરસ ગ્રાસ્પ કરી રહ્યા છે કે તેમની સામે અન્ય સ્ટાર ઝાંખા લાગે. ઍક્ચ્યુઅલી આ સૉન્ગ તેમણે જ ગાયાં હોવાથી સ્ટેપ્સ તેમને ઈઝિલી યાદ રહી જતાં હોય એવું મને લાગે છે.’



ફિલ્મના શૂટિંગ માટે શાન અને મીકા સાથે ફિલ્મની હિરોઇન અને મિસ બ્રાઝિલ-૨૦૧૧ ગૅબ્રિએલા માર્સે‍લિનો પણ આવી છે. આ ઍક્ટર ઉપરાંત અસરાની, મુકેશ ઋષિ જેવા કો-ઍક્ટર પણ આવ્યા છે.


- રશ્મિન શાહ


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 06:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK