મિયાંગ ચાંગને થયો કડવો અનુભવ: બાઈક પર જતા બે છોકરાઓએ કહ્યું કોરોના

Published: Mar 24, 2020, 19:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સોશ્યલ મિડિયા પર શેર કર્યો પોતાનો અનુભવ, કટોકટીના સમયમાં અમુક લોકો પોતાની જાત બતાવે ત્યારે ગુસ્સો આવે છે

ગાયક-અભિનેતા મિયાંગ ચાંગ
ગાયક-અભિનેતા મિયાંગ ચાંગ

ઈન્ડિયન આઈડલ ત્રણથી કૅરિયરની શરૂઆત કરનાર અને ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર ગાયક-અભિનેતા મિયાંગ ચાંગને તાજેતરમાં બહુ કડવો અનુભવ થયો હતો. Times Of India ને આપેલા ઈન્ટરવ્યુમાં ચાંગે જણાવ્યું હતુ કે, મુંબઈમાં બાઈક પર જતા બે છોકરાઓ મને 'કોરોના' કહીને ત્યાંથી ભાગી ગયા હતા. પણ એ લોકોએ જ્યારે મને આવુ કહ્યું ત્યારે મને બહુ દુખ થયું હતું.

ચાંગે વધુમાં જણાવ્યું હતું કે, હું દરરોજ મારા ઘર પાસે જોગિંગ કરવા જાવ છું. એક દિવસ જોગિંગ કરતો હતો ત્યારે બે છોકરાઓ બાઈક સાથે મારી પાસેથી પસાર થયા અને 'કોરોના' એવી બુમ પાડીને ભાગી ગયા. હું પણ તેમની સામે બુમ પાડવા માંગતો હતો, મારે પણ તેમને ગાળો આપવી હતી. પરંતુ મને તે યોગ્ય લાગ્યું નહીં. મને ત્યારે બહુ જ દુખ થયું. જોકે આ પ્રકારની ટિપ્પણીઓની મને આદત થઈ ગઈ છે. મને બહુ તકલીફ થાય છે પણ હું દર વખતે આગળ વધવાનો પ્રયાસ કરું છું.

 
 
 
View this post on Instagram

In times of crisis, some human beings devolve into the worst versions of themselves. Or may be that was them all along? . Thank you @mumbaigirl14 @timesofindia for taking this message far & wide, in light of the online & public #racism & discrimination against North-East Indians & the Indian-Chinese🙏🏼 And thank you everyone for your unstinting humanism & love since this article broke yesterday (or today, depending on which city you are in). I'm reading your messages and I'm so, so touched by your kind words. Let's stay united; in spirit & in philosophy. Now and always 🤗 . And to those stray trolls who are still spewing venom on my timeline; I say to you, as we would back in Bihar-Jharkhand: "भक साला, तुम तो हमारे प्यार के क़ाबिल भी नहीं हो बे! लेकिन, तुमको भी दीर्घायु भवः।" . Stay safe, stay healthy everyone ❤️

A post shared by Mister Chang (@meiyangchang) onMar 23, 2020 at 12:24am PDT

મિયાંગનો જન્મ ઝારખંડના ધનબાદમાં થયો છે અને તેના પરિવારની ત્રણ પેઢી ભારતમાં જ જન્મી છે. પરંતુ તેના અલગ દેખાવને કારણે તે અનેકવાર ટિકાઓનો ભોગ બન્યો છે. તેને લોકો અનેક વાર ચાઈનિઝ, ચીની, નેપાલી વગેરે કહીને બોલાવતા હોય છે. ગાયકે યશરાજ ફિલ્મની બદમાશ કંપનીમાં શાહિદ કપુર અને અનુષ્કા શર્મા સાથે કામ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK