Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દર્શન રાવલની ફૅન્સને ભેટ: જન્મદિવસે રિલીઝ થયું નવું ગીત 'જુદાઈયાં'

દર્શન રાવલની ફૅન્સને ભેટ: જન્મદિવસે રિલીઝ થયું નવું ગીત 'જુદાઈયાં'

18 October, 2020 02:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દર્શન રાવલની ફૅન્સને ભેટ: જન્મદિવસે રિલીઝ થયું નવું ગીત 'જુદાઈયાં'

દર્શન રાવલ અને સુરભી જ્યોતિ

દર્શન રાવલ અને સુરભી જ્યોતિ


ગાયક દર્શન રાવલ (Darshan Raval) આજે એટલે કે, 18 ઓક્ટરોબરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે ગાયકે પોતાના જન્મદિવસે નવું ગીત રિલીઝ કરીને ફૅન્સને ભેટ આપી છે. ગીતનું નામ છે 'જુદાઈયાં'. આ ગીતમાં દર્શન રાવલની સાથે ટીવી અભિનેત્રી સુરભિ જ્યોતિ (Surbhi Jyoti) પણ છે.

દર્શન રાવલના નવા મ્યુઝિક આલ્બમનું ગીત 'જુદાઈયાં' આજે યુટ્યુબ પર રિલીઝ થયું છે. આ ગીતમાં દર્શન રાવલની સાથે શ્રેયા ઘોષાલે પણ અવાજ આપ્યો છે. સાથે વીડિયોમાં ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિ પન છે. આ ભાવનાત્મક ગીતમાં સુરભી અને દર્શન વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળે છે. દર્શન અને સુરભી પહેલીવાર એકસાથે મ્યુઝિક વીડિયોમાં સાથે આવ્યા છે.



 


'જુદાઈયાં' ગીત ગાવાની સાથે દર્શન રાવલે તેને કમ્પોઝ પણ કર્યું છે. ગીતના બોલ રશ્મિ વિરાગે લખ્યા છે અને અનમોલ ડેનિયલ મ્યુઝિકે પ્રોડક્શનનું કામ કર્યું છે.


ગીતમાં દર્શન રાવલ સાથે જે અભિનેત્રી છે તેણે 'કૂબૂલ' અને 'નાગિન 3' જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં અભિનય કર્યો છે.

'જુદાઈયાં'ને રિલીઝ થતાની સાથે જ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK