આદિત્ય નારાયણ વર્ષના અંતે ડેબ્યુ ફિલ્મની અભિનેત્રી શ્વેતા અગ્રવાલ સાથે કરશે લગ્ન

Published: 12th October, 2020 20:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વર્ષ 2010માં બન્ને જણ પહેલીવાર ફિલ્મ 'શાપિત'ના સેટ પર મળ્યા હતા

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

બૉલીવુડમાં હવે જાણે લગ્નનો માહોલ જામ્યો હોય તેવું લાગે છે. ગાયિકા નેહા કક્કર (Neha Kakkar) બાદ હવે ઉદિત નારાયણ (Udit Narayan)ના દીકરા અને સિંગર આદિત્ય નારાયણ (Aditya Narayan)એ તેનાં લગ્નની જાહેરાત કરી છે. આદિત્ય નારાયણ અભિનેત્રી શ્વેતા અગ્રવાલ (Shweta Agarwal) સાથે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે. પ્રથમ મુલાકાતના દસ વર્ષ પછી ગાયક ડેબ્યુ ફિલ્મની અભિનેત્રી સાથે લગ્ન કરવા તૈયાર છે. ત્યારે તેને આ માત્ર ફોર્માલિટી લાગે છે.

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની મુલાકાત વર્ષ 2010માં પહેલીવાર ફિલ્મ 'શાપિત'ના સેટ પર થઈ હતી. આદિત્ય અને શ્વેતા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. તાજેતરમાં એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં આદિત્યએ કહ્યું હતું કે, 'ત્યારે અમે ઘણા યંગ હતા અને શ્વેતા જસ્ટ ફ્રેન્ડ્સ રહેવા માગતી હતી. બન્નેને કરિયર પર ફોકસ કરવાનું હતું. મેં ક્યારેય મારી રિલેશનશિપને સિક્રેટ રાખી ન હતી પણ એક સમય હતો જ્યારે બહુ બધી વાતો થવા લાગી અને મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું. તો લોકોએ મને એકલો છોડી દીધો.'

ગાયકે વધુમાં કહ્યું હતું કે, 'જ્યારે હું શ્વેતાને શાપિતના સેટ પર મળ્યો તો અમને બન્નેને અલગ જ કનેક્શન ફીલ થયું. ધીરે ધીરે મને ખબર પડી કે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. દરેક રિલેશનની જેમ અમારા રિલેશનમાં પણ ઘણા ઉતાર ચડાવ હતા. અત્યારે મેરેજ ઘણા જલ્દી તૂટી જાય છે. તો અમે બન્નેએ એકબીજાને સમજવા માટે સમય લીધો. હવે 10 વર્ષ પછી મને લાગે છે કે આ સાચો સમય છે. હવે અમારા વચ્ચે લગ્ન તો એક બસ ફોર્માલિટી છે જે હોપફૂલી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં થશે. મારાં પેરેન્ટ્સ શ્વેતાને ઓળખે છે અને તેમને એ ઘણી પસંદ છે. હું ખુશ છું કે મને તેનામાં મારી સોલમેટ મળી ગઈ.'

શ્વેતા અગ્રવાલની વાત કરીએ તો તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં પ્રભાસ, કિચ્ચા સુદીપ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. જ્યારે આદિત્ય નારાયણ એક્ટર, સિંગરની સાથે ટીવી શો હોસ્ટ પણ છે.

તમને જણાવી દઈએ કે, રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ'ની છેલ્લી સીઝનમાં નેહા કક્કર જજ હતી અને આદિત્ય શોનો હોસ્ટ હતો. ત્યારે બંનેના રિલેશનની ચર્ચા ફેલાઈ હતી. ત્યાબાદ બન્ને આ બધુ માત્ર શોનો ભાગ હોવાનું જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK