Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુરાગ બાસુ સાથે કામ કરવાની તક મળવાથી લુડો તરત સ્વીકારી:અભિષેક

અનુરાગ બાસુ સાથે કામ કરવાની તક મળવાથી લુડો તરત સ્વીકારી:અભિષેક

21 October, 2020 07:15 PM IST | Mumbai
Mumbai Correspondent

અનુરાગ બાસુ સાથે કામ કરવાની તક મળવાથી લુડો તરત સ્વીકારી:અભિષેક

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


અભિષેક બચ્ચનનું કહેવું છે કે તે અનુરાગ બાસુ સાથે કામ કરવા માગતો હોવાથી તેણે ‘લુડો’ની ઑફર તરત જ સ્વીકારી લીધી હતી. ‘લુડો’ એક ડાર્ક કૉમેડી છે જેમાં ચાર જુદી-જુદી સ્ટોરીઝને દેખાડવામાં આવી છે જેઓ અણછાજતી આફતમાં મુકાય છે. અભિષેક સિવાય આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, રોહિત સરાફ, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, પર્લ માને, ઇનાયત વર્મા, આશા નેગી અને શાલિની વત્સ પણ જોવા મળે છે. આ વિશે અભિષેક બચ્ચને કહ્યું હતું કે ‘આ ફિલ્મ સાથે જે પણ વ્યક્તિ જોડાયેલી છે તેમનામાં એક જ લાલચ છે કે તેઓ દાદા (અનુરાગ બાસુ) સાથે કામ કરવા માગે છે. મને તેમનું કામ ખૂબ જ ગમે છે અને અમે છેલ્લાં ઘણાં વર્ષોથી સાથે કામ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આ વિશે મારે કોઈ લાંબો વિચાર કરવાની જરૂર નહોતી. લાઇફમાં કેટલીક વાર આપણે લોકો પર વિશ્વાસ કરીને કામ કરવું જોઈએ જેથી આપણે ફરી આપણા ટ્રેઇનિંગના દિવસોમાં જઈ શકીએ.’

શૂટિંગ દરમ્યાનની આ જર્ની ખૂબ જ મજેદાર હતી. જીવનની સ્ક્રિપ્ટમાં આવતી કાલે શું થવાનું છે એની આપણને ખબર નથી હોતી, પરંતુ સિનેમામાં આપણને ખબર હોય છે કે આગામી દૃશ્ય શું હશે. અમે દરેક વસ્તુને ડિરેક્ટર પર છોડી દેતા હતા. અમને જોવાવાળા તેઓ જ હતા-પંકજ ત્રિપાઠી, અનુરાગ બાસુ સાથે કામ કરવા વિશે


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 07:15 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK