Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > વીડિયો વાઈરલ થતાં સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું આ...

વીડિયો વાઈરલ થતાં સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું આ...

20 December, 2020 09:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વીડિયો વાઈરલ થતાં સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું આ...

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


'બિગ બોસ 13'નો વિનર અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો જન્મદિવસ સેલિબ્રેશન દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયોમાં સિદ્ધાર્થ એક વ્યક્તિ સાથે દલીલો કરતો જોવા મળ્યો હતો. વીડિયો અંગે એમ કહેવાતું હતું કે સિદ્ધાર્થ દારૂના નશામાં છે. હવે સિદ્ધાર્થે આ મુદ્દે વાત કરી હતી.

સિદ્ધાર્થે કહ્યું કે, આ વીડિયોના માધ્યમથી તેને ખરાબ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મીડિયા પોર્ટલ્સ પણ જાણ્યા વગર તેને નશામાં હોવાની ખોટી વાત કરતાં હતાં. સિદ્ધાર્થે કહ્યું હતું, 'જે પણ થયું તે બધાની સામે છે. મને લાગે છે કે તે દલીલોના કેટલાંક વીડિયો વાઈરલ થયા હતા અને લોકોએ જોયું કે તેમાં શું થયું હતું. હું માત્ર એટલી જ વાત કહેવા માગીશ કે ઓનલાઈન દુનિયા બહુ જ મોટી છે, પરંતુ કેટલાંક મીડિયા પ્લેટફોર્મ સમાચારોના ભૂખ્યા છે.'



અભિનેતાએ કહ્યું કે, 'કોઈ પણ પુષ્ટિ કર્યા વગર પોતાની હેડલાઈનમાં કહ્યું હતું કે મેં દારૂ પીધો છે. આ બહુ જ દુઃખદ છે કે તમે કોઈની મદદ કરવા જાવ અને તમને જ ખોટા સાબિત કરવામાં આવે. ઘણાં મીડિયા પોર્ટલ્સે સાચા ન્યૂઝ લખ્યા હતા. તેમણે બીજા દિવસ વ્યવસ્થિત રીતે વીડિયો જોયો અને સાચી માહિતી આપી.'


સિદ્ધાર્થે ઉમેર્યું કે, 'એવું નથી કે કોઈ વ્યક્તિને મદદ કરવામાં અથવા ભલાઈનું કામ કરવા માટે વેલિડેશન કે ઓળખની જરૂર છે. જોકે, વાતને ફરેવીને તે વ્યક્તિને જ ખોટો બતાવવામાં આવે તો ખરાબ લાગે છે. મને લાગે છે કે આ જીવન છે તો ઠીક છે.'

સિદ્ધાર્થના વાઈરલ વીડિયોમાં સિદ્ધાર્થ રેકોર્ડિંગ કરી રહેલી વ્યક્તિનો ફોન ઝૂંટવાનો પ્રયત્ન પણ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સિદ્ધાર્થની મિડનાઈટ બર્થડે પાર્ટીનો હતો. વીડિયો વાઈરલ થયા પછી સિદ્ધાર્થ પર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે તેણે દારૂ પીને ડ્રાઈવિંગ કર્યું અને કારણ વગર ગરીબ માણસની મારપીટ કરી. સિદ્ધાર્થ આ વીડિયોમાં કહે છે કે તે વ્યક્તિએ પહેલાં તેને ચાકુ બતાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2020 09:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK