Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્માએ શૉમાં આ અભિનેતાએ કર્યો ખુલાસો, છોકરીઓને કારણે થયો 9મી ફેલ

કપિલ શર્માએ શૉમાં આ અભિનેતાએ કર્યો ખુલાસો, છોકરીઓને કારણે થયો 9મી ફેલ

18 July, 2019 04:34 PM IST | મુંબઈ ડેસ્ક

કપિલ શર્માએ શૉમાં આ અભિનેતાએ કર્યો ખુલાસો, છોકરીઓને કારણે થયો 9મી ફેલ

સિદ્ધાર્થ મલ્હોત્રા (ફાઇલ ફોટો)

સિદ્ધાર્થ મલ્હોત્રા (ફાઇલ ફોટો)


ધ કપિલ શર્મા શૉ : બોલીવુડ સ્ટાર્સના જીવન સાથે જોડાયેલા એવા ઘણાં ભેદ હોય છે જે ચાહકોને ખૂબ જ આશ્ચર્ય ચકિત કરી શકે છે. એવો જ એક ભેદ સ્ટૂડેન્ટ ઓફ ધ યર સાથે ડેબ્યૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવન સાથે પણ જોડાયેલો છે. આ ભેદનો ખુલાસો સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતે 'ધ કપિલ શર્મા શૉ'માં પોતાની ફિલ્મ જબરિયા જોડીના પ્રમોશન દરમિયાન કર્યો છે. હકીકતે સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું કે તે 9માં ધોરણમાં નાપાસ થયો હતો. અને તેની સાથે જ તેણે નાપાસ થવાનું કારણ પણ જણાવ્યું, જે ખૂબ જ આશ્ચર્ય પમાડે એવું છે.

'ધ કપિલ શર્મા શૉ'માં પોતાની આગામી ફિલ્મ 'જબરિયા જોડી'ના પ્રમોશન માટે આવેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરાએ સેટ પર ઘણી મસ્તી કરી. દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું કે તે 9માં ધોરણમાં હતો ત્યારે છોકરીઓને કારણે તેનું ભણવા પરથી ધ્યાન ભટકી ગયું હતું, જેના કારણે તે 9માં ધોરણમાં નાપાસ પણ થઈ ગયો હતો. આ વિશે સિદ્ધાર્થે જણાવ્યું કે, "હાઁ, મારું ધ્યાન કેટલીક છોકરીઓએ ભણવા પરથી ખસેડી દીધું હતું, પણ એ વાતને સકારાત્મક રીતે લેતા હું બીજી શાળામાં ગયો, જ્યાં હું ઘણું બધું શીખ્યો. એટલું જ નહીં હું 10મું અને 11મું ધોરણ સારા ગ્રેડ સાથે પાસ થયો."



આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન


જણાવીએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરા 2 ઑગસ્ટના પોતાની ફિલ્મ જબરિયા જોડી દ્વારા મોટા પડદા પર ધમાલ મચાવવાના છે. આ ફિલ્મને દમદાર બનાવવા માટે અને તેમાં યોગ્ય તડકો લગાવવા માટે આ ફિલ્મને ઉત્તરપ્રદેશના વાસ્તવિક સ્થળોએ શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મ શોભા કપૂર, એકતા કપૂર અને શૈલેશ આર સિંહે પ્રૉડ્યૂસ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 04:34 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK