શેરશાહના શૂટિંગ બાદ કારગિલમાં ઇન્જર્ડ થયો સિદ્ધાર્થ મલ્હોત્રા

મુંબઈ | Sep 18, 2019, 12:16 IST

સિદ્ધાર્થ મલ્હોત્રાને કારગીલમાં એક અકસ્માત નડતા તેને ઇજા થઈ હતી. તે ત્યાં ‘શેરશાહ’નાં શૂટિંગ કરી રહ્યો છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રાને કારગીલમાં એક અકસ્માત નડતા તેને ઇજા થઈ હતી. તે ત્યાં ‘શેરશાહ’નાં શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ કૅપ્ટન વિક્રમ બત્રાનાં જીવન પર આધારિત છે. શનિવારે શૂટિંગ પૂરુ કરીને સિદ્ધાર્થ અને તેનો કો-સ્ટાર શિવ બાઇક લઈને પહાડીવાળા વિસ્તારમાં નિકળી ગયા હતાં. જોકે રસ્તો ખરાબ હોવાને કારણે બૅલેન્સ ગુમાવતા તેમની બાઇક સ્લીપ થઈ હતી. શિવ બાઇક ચલાવી રહ્યો હતો અને તેની પાછળ સિદ્ધાર્થ બેઠો હતો. તેણે પણ બાઇકને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમનો પ્રયાસ નિષ્ફળ જતા બન્ને નીચે પડી ગયા હતા. તેમને હાથમાં અને પગમાં ઈજા પહોંચી છે. ફિલ્મની ટીમે તેમને તરત જ નજીકની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતાં. ઈજા થવા છતાં પણ સિદ્ધાર્થે રવીવારે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. કારણ કે લગભગ ૧૫૦ લોકોને એક અગત્યનાં સીન માટે બોલાવવામાં આવ્યા હતાં. સાથે જ એના માટે ભારે સેટ અપ પણ ગોઠવવામાં આવ્યો હતો. જોકે સોમવારે સિદ્ધાર્થે આરામ કર્યો હતો.

આ પણ વાંચો : 'ડ્રીમ ગર્લ' એક્ટ્રેસ નુશરત ભરૂચાએ ડિપ્રેશન અંગે કર્યો આ ખુલાસો

ઘાવ ભરવામાં સમય લાગશે એવુ જણાવતાં સિદ્ધાર્થનું કહેવુ છે કે કારગીલમાં શૂટિંગ કરવુ તેમનાં માટે એક અલગ જ અનુભવ છે. ફિલ્મમાં કદી ન જોયા હોય એવા કારગીલના લોકેશન્સ જોવા મળવાનાં છે. યુદ્ધનાં દૃશ્ય વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘અમારે યુદ્ધનું દૃશ્ય પહાડોમાં શૂટ કરવાનું છે. ત્યાનાં ખડકો અણીદાર છે અને એના પર નિયંત્રણ મેળવી શકાય એમ નથી. એથી ઍક્શન સીન્સ ભજવતી વખતે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું પડશે. સાથે જ ટીમ પણ અમારા સૌની ખૂબ કાળજી રાખી રહી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK