મરજાવા ફિલ્મનું પહેલું ગીત રિલીઝ, સિદ્ધાર્થ અને તારાના ગીતને મળ્યા આટલા વ્યૂઝ

મુંબઈ ડેસ્ક | Oct 04, 2019, 14:14 IST

ઇરાદે ફિર સે જાને કે નહીં લાના, તુમ નહીં જાના, ફિલ્મનું મારું સૌથી મનગમતું ગીત.

તારા સુતરિયા સિદ્ધાર્થ મલ્હોત્રા
તારા સુતરિયા સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં જ પોતાના ચાહકો માટે એક ધમાકેદાર ફિલ્મ 'મરજાવા' લઇને આવી રહ્યો છે. તાજેતરમાં જ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થઈ ચૂક્યું છે જેને ખૂબ જ થોડાં જ સમયમાં અનેક મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, આ ગીતમાં તારા અને સિદ્ધાર્થ વચ્ચેની સરસ કેમેસ્ટ્રી જોવા મળે છે.

આ સુંદર ગીતની માહિતી આપતાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં સિદ્ધાર્થ લખે છે, "ઇરાદે ફિર સે જાને કે નહીં લાના, તુમ નહીં જાના, ફિલ્મનું મારું સૌથી મનગમતું ગીત."

ગીત તુમ નહીં જાનામાં ઝુબીન નૌટિયાલે પોતાનો સ્વર આપ્યો છે. આ ગીતમાં તારા અને સિદ્ધાર્થની સરસ લવસ્ટોરી સાથે સાથે જુદા થવાની સ્ટોરી પણ દેખાય છે. ગીતને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યું છે. રિલીઝ થતાં જ થોડાંક જ સમયમાં તુમ નહીં જાનાને અનેક લાઇક્સ મળી ચૂક્યા છે. 

થોડાંક દિવસ પહેલા જ ફિલ્મ 'મરજાવા'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જ્યાં એક તરફ સિદ્ધાર્થના ડાયલૉગ્સ અને સ્ટોરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ટ્રેલરનો મજાક ઉડાડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

મિલાપ જાવેરી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મરજાવા'ની રિલીઝ ડેટ પહેલા 2 ઑક્ટોબર રાખવામાં આવી હતી, પણ 'વૉર' ફિલ્મના કારણે તેને બદલીને 8 નવેમ્બર કરી દેવામાં આવી. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા સાથે રિતેશ દેશમુખ અને રકુલપ્રીત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિતેશ દેશમુખ આ ફિલ્મમાં એક વિલનની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં નોરા ફતેહીનું એક આઇટમ સોન્ગ મસક્કલી પણ થવાનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK