સિદ્ધાર્થ-રિતેશ દેશમુખની ફિલ્મ 'મરજાવા'નું ટ્રેલર રીલિઝ, દમદાર છે ડાયલોગ્સ...

Published: Sep 26, 2019, 15:37 IST | મુંબઈ

રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો થવા જઈ રહ્યો છે આમનો સામનો. ફિલ્મ મરજાવાના ટ્રેલરમાં બંનેનું ટશન જોવા મળી રહ્યું છે.

સિદ્ધાર્થ-રિતેશ દેશમુખની ફિલ્મ 'મરજાવા'નું ટ્રેલર રીલિઝ
સિદ્ધાર્થ-રિતેશ દેશમુખની ફિલ્મ 'મરજાવા'નું ટ્રેલર રીલિઝ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની ફિલ્મ મરજાવાનું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં અલી, બજરંગબલી અને રાવણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે રિતેશ દેશમુખ પણ મહત્વની ભૂમિકામાં છે.

રિતેશ દેશમુખ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં નજર આવશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેમણે ઠીંગણા વ્યક્તિની ભૂમિકા ભજવી છે. જે માત્ર 3 ફૂટનો હોય છે. આ ફિલ્મ એક્શન અને ડ્રામાથી ભરપૂર લાગી રહી છે.

ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મને લઈને તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મના માધ્યમથી પહેલી વાર તારા સુતરિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક સાથે કામ કરી રહ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની પાછળની અનેક ફિલ્મો ફ્લોપ રહી છે અને હાલમાં જ તારા સુતરિયાએ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે.

આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

હવે આ ફિલ્મને લઈને તે ઉત્સાહિત છે. ફિલ્મમાં દશેરાની પણ મહત્વની ભૂમિકા છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં જ એક્શનની ભરમાર જોવા મળે છે. જે અંત સુધી ચાલે છે.આ ફિલ્મની કહાની બે ધર્મો વચ્ચે પ્રેમકાહની લાગી રહી છે. ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થશે. રિતેશી ફિલ્મ હાઉસફુલ પણ જલ્દી જ સિનેમાઘરોમાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK