Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જબરીયા જોડીની રિલીઝ ડેટ ફરી એકવાર પોસ્ટપોન્ડ

જબરીયા જોડીની રિલીઝ ડેટ ફરી એકવાર પોસ્ટપોન્ડ

29 July, 2019 02:44 PM IST |

જબરીયા જોડીની રિલીઝ ડેટ ફરી એકવાર પોસ્ટપોન્ડ

જબરીયા જોડીની રિલીઝ ડેટ ફરી એકવાર પોસ્ટપોન્ડ


જબરીયા જોડીની રિલીઝ ડેટ ફરી એકવાર પોસ્ટપોન કરવામાં આવી છે. સિદ્ધાર્થ મલહોત્રા અને પરિણીતી ચોપરા સ્ટારર જબરીયા જોડીની રિલીઝ ડેટ ચોથી વાર બદલવામાં આવી છે. જબરીયા જોડી હવે 9 ઓગસ્ટ રિલીઝ થશે. જબરીયા જોડીને બકરી ઈદના વિકેન્ડનો ફાયદો મળશે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ફિલ્મનું નવુ પોસ્ટર શૅર કરતા ફિલ્મની નલી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. નવી પોસ્ટરમાં સિદ્ધાર્થ અને પરિણીતી પીળા રંગની જીપ પર બેઠા જોવા મળી રહ્યાં છે અને તેમની પાછળ ઘણા લોકો ઉભા છે. નવા પોસ્ટરમાં જીપમાં બંધાયેલી હાલતમાં વરરાજા દેખાઈ રહ્યાં છે અને તેમની ચોકીદારી કરતા પાછળ કેટલાક લોકો હથિયાર લઈને ઉભા છે.

પહેલા સુપર 30ને કારણે ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી હતી અને ફિલ્મની રિલીઝ ડેટ 2 ઓગસ્ટ કરવામાં આવી હતી. ફિલ્મની રિલીઝ ડેટને ત્રીજી વાર પોસ્ટપોન કરવામાં આવી છે. હવે ફિલ્મ 9 ઓગસ્ટે રિલીઝ થશે અને આશા રાખવામાં આવી રહી છે કે, હવે ફિલ્મ 9 ઓગસ્ટે જ રિલીઝ થશે અને રિલીઝ ડેટ બદલવામાં આવશે નહી.



જબરિયા જોડી એક્શન, રોમેન્ટીક કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં બિહારની ચર્ચિત પકડવા વિવાહ દર્શાવવામાં આવી છે. આ પરંપરા અનુસાર લગ્ન કરવા માટે છોકરાને કિડનેપ કરવામાં આવે છે અને પછી તેના જબરદસ્તી લગ્ન કરાવવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 02:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK