‘બિગ બૉસ’માં ઝઘડાને લઈને સિદ્ધાર્થ શુક્લાની મમ્મી રીટાએ કહ્યું...
સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ
સિદ્ધાર્થ શુક્લાની મમ્મી રીટા શુક્લાનું કહેવું છે કે રશ્મિ દેસાઈ તેના દીકરાને ટાર્ગેટ બનાવી રહી છે. સિદ્ધાર્થ અને રશ્મિ હાલમાં સલમાન ખાનના શો ‘બિગ બૉસ ૧૩’માં જોવા મળી રહ્યાં છે. આ શોમાં તેઓ સતત લડતાં જોવા મળી રહ્યાં છે. જોકે તેમની લડાઈ પહેલેથી ચાલતી આવી છે. કલર્સ પર આવેલા ‘દિલ સે દિલ તક’માં સિદ્ધાર્થ અને રશ્મિ જોવા મળ્યાં હતાં. તેમની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી, પરંતુ તેમની વચ્ચેના ઝઘડાને પગલે શો બંધ કરવામાં આવ્યો હતો. સેટ પર તેમની વચ્ચે સતત લડાઈ-ઝઘડા થતાં હતાં. શો બંધ થતાં તેઓ એકમેકથી અંતર રાખી રહ્યાં હતાં, પરંતુ ‘બિગ બૉસ’માં આવતાની સાથે તેમના ઝઘડાએ નવું સ્વરૂપ લીધુ છે. આ શોમાં રશ્મિ સતત સિદ્ધાર્થ વિરુદ્ધ કમેન્ટ કરતી જોવા મળી રહી છે. તે સિદ્ધાર્થને કેટલી નફરત કરી રહી છે એ વિશે તે વારંવાર ઢંઢેરો પિટતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Alt બાલાજીની ‘કહને કો હમસફર હૈ’ની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ
ADVERTISEMENT
આ વિશે સિદ્ધાર્થની મમ્મી રીટાએ કહ્યું હતું કે ‘એલિમિનેટ થવાનો રશ્મિને ખૂબ જ ડર લાગી રહ્યો છે. આથી મારા દીકરાને ટાર્ગેટ કરી લાઇમલાઇટમાં આવી શોમાં ટકી રહેવાનો તેનો પ્લાન હોઈ શકે છે. હું એ વાત સ્વીકારું છું કે મારો દીકરો અગ્રેસિવ છે અને જરૂર પડ્યે સાઇડ પણ બદલી શકે છે. જોકે અત્યારે એ ચોક્કસ છે કે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ એક એવી ગેમ છે જેમાં દરેક વ્યક્તિ પોતાની ગેમ રમી રહ્યાં છે.’