Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હૉલીવુડની વેબ-સિરીઝની ઑફર થઈ છે સિદ્ધાર્થ નિગમને

હૉલીવુડની વેબ-સિરીઝની ઑફર થઈ છે સિદ્ધાર્થ નિગમને

26 April, 2020 06:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉલીવુડની વેબ-સિરીઝની ઑફર થઈ છે સિદ્ધાર્થ નિગમને

હૉલીવુડની વેબ-સિરીઝની ઑફર થઈ છે સિદ્ધાર્થ નિગમને


‘અલાદીન નામ તો સુના હોગા’ના સિદ્ધાર્થ નિગમને હૉલીવુડની વેબ-સિરીઝ ઑફર કરવામાં આવી છે, પરંતુ લૉકડાઉનને કારણે એને હોલ્ડ પર રાખી છે. આ વિશે વધુ જણાવતાં સિદ્ધાર્થે કહ્યું કે ‘મને હૉલીવુડમાંથી વેબ-સિરીઝ ઑફર કરવામાં આવી હતી, પરંતુ લૉકડાઉનને કારણે એને હોલ્ડ પર રાખી છે. એ દરમ્યાન અનેક મુદ્દા પણ હતા. હાલમાં તો હું ‘અલાદીન’માં કામ કરી રહ્યો છું. હું બૉલીવુડમાં એક ઍક્ટર તરીકે એન્ટ્રી કરવા માગું છું. હું જૉન વિક જેવી ફિલ્મો કરવા માગું છું, જેમાં ‍ઍક્શન અને રોમૅન્સ બન્ને હોય. રોમૅન્ટિક ટ્રૅક્સ હશે તો ચાલશે, પરંતુ ઇન્ટિમેટ સીન્સ નહીં કરું. હું મારી મમ્મી સાથે બેસીને એને ન જોઈ શકું. જોકે હૉલીવુડમાં ચાલે છે, પરંતુ અહીં અઘરું છે.’

શાહરુખ ખાનને પોતાની પ્રેરણા જણાવતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘મને શાહરુખસર બહુ ગમે છે. તેમનું જોશ, તેમનો અવાજ, જે રીતે તેઓ પોતાને રજૂ કરે છે એ બધું મને ગમે છે. ઇન્ડસ્ટ્રીમાં જે રીતે તેમણે પોતાની જાતને વિકસિત કરી છે એ પ્રશંસનીય છે. મને તેમના માર્ગ પર ચાલવાનું ગમશે.’


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2020 06:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK