શ્વેતા તિવારીના કર્મચારીએ લગાવ્યો પગાર ન આપવાનો, છેતરપિંડીનો આરોપ

Published: 25th November, 2020 19:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રીને મોકલાવી લીગલ નોટિસ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) આજકાલ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. પતિ સાથેના ઝઘડાઓને કારણે તો તે હંમેશા લાઈમલાઈટમાં રહે જ છે. પણ હવે તે એક નવા વિવાદને લઈને લાઈમલાઈટમાં આવી છે. અભિનેત્રી શ્વેતા તિવારી પર તેના એક કર્મચારીએ ફ્રોડનો આરોપ લગાવ્યો છે. તેની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરી ચૂકેલા રાજેશ પાંડેનું કહેવું છે કે શ્વેતા અંદાજે તેના 52,00 રૂપિયા પરત નથી કર્યા. છેલ્લા બે વર્ષથી તે તેના પૈસા માટે શ્વેતાનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યો છે પણ તે જવાબ નથી આપતી. અંતે રાજેશે કંટાળીને અભિનેત્રી પર છેતરપિંડીનો આરોપ લાવ્યો છે અને લીગલ નોટિસ મોકલાવી છે.

શ્વેતા તિવારીએ મુંબઈમાં ‘Shweta Tiwari’s Creative School of Acting’ નામે એક એક્ટિંગ સ્કૂલ ખોલી હતી. જેમાં રાજેશ પાંડે ટીચર હતો. એક પોર્ટલ સાથેની વાતચીતમાં રાજે પાંડેએ કહ્યું હતું કે, 'હું છેલ્લા પાંચ વર્ષથી શ્વેતા તિવારીની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવતો હતો. વર્ષ 2012થી તેમની એકેડમી સાથે જોડાયેલો છું. જ્યાં અંદાજે 10-15 બાળકો નિયમિત રીતે એક્ટિંગ શીખતા હતા. દુર્ભાગ્યપણે બે વર્ષ પહેલાં શ્વેતાને તેની એક્ટિંગ સ્કૂલ બંધ કરવી પડી કારણકે ત્યાં બાળકો આવતા ન હતા. જોકે તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મારા પૈસા પરત કરી દેશે. આજે બે વર્ષ થઇ ગયા છે, તેમણે મારી બાકીની સેલરી પણ નથી આપી અને ઇન્કમ ટેક્સના નામે કાપેલા પૈસા પણ નથી આપી રહ્યા.'

આ પણ વાંચો: શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ દીકરાને મળવા માટે મુખ્યપ્રધાનને અપીલ કરી

રાજેશે આગળ જણાવ્યું કે, 'આજે જ્યારે કોરોનામાં બધા લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે તેનાથી વિરુદ્ધ શ્વેતા તિવારી જી મારા પૈસા જેમાં એક મહિનાની સેલરી 40,000 પરત આપી રહ્યા નથી. હદ તો એ છે કે તેમણે સેલરીના 10% ઇન્કમ ટેક્સના નામે કાપીને કહ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશે જે હજુપણ જમા નથી કરાવ્યા જે લગભગ 12,000 છે. સાત-આઠ મહિનાથી બધી સ્કૂલ બંધ છે. મારી આર્થિક સ્થિતિ સાવ વણસી ગઈ છે. મેં શ્વેતાને આ વચ્ચે ઘણીવાર કહ્યું કે પ્લીઝ મને મારા પૈસા આપી દો પરંતુ તેમણે ન મારો ફોન ઉઠાવ્યો કે ન મારા મેસેજનો જવાબ આપ્યો. તેમણે ઘણીવાર મને બ્લોક પણ કરી દીધો. હવે હું મારા ઘરનું ભાડું પણ નથી આપી શકતો.'

આ બાબતે અભિનેત્રીના પતિ અભિનવ કોહલએ કહ્યું હતું કે, ‘આ વાત સાચી છે કે, શ્વેતાએ રાજેશ પાંડેના 50,000 રૂપિયા નથી આપ્યા. હું તેને અંગત રીતે પણ ઓળખું છે એટલે મને તેના માટે ખરાબ લાગે છે. ગરીબ રાજેશ, બે વર્ષથી શ્વેતાને પૈસા માટે હાથ અને પગ જોડતો હતો પરંતુ શ્વેતા તિવારી તેને પૈસા આપવા તૈયાર નથી. તેનાથી વિરુદ્ધ તે કહે છે કે, તે મારી પ્રસિદ્ધિને કારણે મારી પાછળ પડયો છે. પરંતુ રાજેશ પાંડે પાસે બધા પુરાવા છે કે શ્વેતાએ તેને પૈસા આપ્યા નથી’.

આ પણ વાંચો: શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ અભિનેત્રી પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું આ...

જોકે, શ્વેતા તિવારીએ આ સંપુર્ણ મામલે હજી સુધી મૌન રાખ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK