શ્વેતા તિવારીની છોકરી સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં કેમ છે?

Published: 20th September, 2020 20:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પલક તિવારીના ફોટોઝ અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

શ્વેતા તિવારી (Shweta Tiwari)ની દિકરી પલક તિવારી (Palak Tiwari) સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે. તેના ફોટોઝ અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે શ્વેતાની દિકરી બૉલીવુડમાં પ્રવેશ કરવાની છે. પલકે તેની ફિલ્મની એક વીડિયો ક્લિપ શૅર કરી છે, જે લોકોના ધ્યાનમાં આવી છે. આ વીડિયોમાં પલક તિવારીનો જબરદસ્ત લુક જોવા મળી રહ્યો છે. ફૅન્સ પણ તેની પહેલી ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે.

પલક તેની પહેલી ફિલ્મ ‘રોઝી’નું પૉસ્ટર પણ શૅર કર્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે કોમ્યુટરની સામે બેસીને એક સ્પાઈ તરીકે પોઝ આપી રહી છે. તેની આંખમાં ગુસ્સો દેખાઈ આવે છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ જોવા મળશે. વીડિયો શૅર કરતા તેણે કૅપ્શન આપી, ગભરાટ, એક્સાઈટમેન્ટ અને પોતાના ઉપર જ ગર્વ થઈ રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK