કમલ હાસનની એક પગની સર્જરી બાદ લોકોએ તેમના પ્રતિ ખૂબ પ્રેમ વરસાવ્યો અને તેમના સ્વાસ્થ્ય માટે કામના કરી હતી એ બદલ તેમની દીકરીઓ શ્રુતિ અને અક્ષરા હાસને લોકોનો આભાર માન્યો છે. સાથે જ સર્જરી કરનારા ડૉક્ટરોનો પણ આભાર માન્યો છે. ટ્વિટર પર શ્રુતિએ એક નોટ શૅર કરી છે. એમાં લખ્યું છે કે ‘અમારા પિતાની હાલમાં થયેલી સર્જરીને લઈને લોકોએ આપેલા સપોર્ટ, પ્રાર્થનાઓ અને કાળજીને લઈને સૌનો આભાર માનીએ છીએ. અમને એ જણાવતાં ખુશી થઈ રહી છે કે સર્જરી સફળ રહી છે. શ્રી રામચન્દ્ર હૉસ્પિટલમાં તેમની સર્જરી ઓર્થોપેડિક સર્જ્યન ડૉક્ટર મોહન કુમારે ડૉક્ટર જે.એસ.એન. મૂર્તિ સાથે મળીને કરી હતી. ડૉક્ટર્સ, અટેન્ડીઝ અને હૉસ્પિટલના મૅનેજમેન્ટે અમારા પિતાની ખૂબ કાળજી લીધી છે અને તેઓ સ્વસ્થ છે. સાથે જ જલદી જ રિકવરી તરફ આગળ વધી રહ્યા છે. ચારથી પાંચ દિવસોની અંદર તેઓ ઘરે આવી જશે અને સ્વસ્થ થયા બાદ તેઓ ફરીથી લોકો સાથે હંમેશ મુજબ સંપર્ક કરવાનું શરૂ કરી દેશે. તેમના સારા સ્વાસ્થ્ય માટે લોકોએ પ્રાર્થનાઓ કરી અને જે પ્રકારે તેમને પ્રેમ આપ્યો એ માટે સૌનો દિલથી આભાર માનીએ છીએ. અમે તમારા આભારી છીએ કે તમારી સારી મન્શાને કારણે તેઓ સ્પીડી રિકવરી તરફ આગળ વધી રહ્યા છે.’
Shilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
28th February, 2021 17:20 ISTકંગના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું હૃતિકે
28th February, 2021 15:44 ISTબૉલીવુડમાં કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે: જાહ્નવી કપૂર
28th February, 2021 15:42 ISTગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને
28th February, 2021 15:40 IST