શ્રિયા પિલગાંવકરે ઘરમાં જ શૂટિંગ કર્યું 'ધ ગોન ગેમ' માટે

Published: 11th July, 2020 21:18 IST | Harsh Desai | Mumbai

આ શોને નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે અને આ જ મહિનામાં એને વૂટ પર રિલીઝ કરવામાં આવશે

શ્રિયા પિલગાંવકર હવે ડિજિટલ થ્રિલર સિરીઝ ‘ધ ગોન ગેમ’માં જોવા મળશે. અનલૉક 2 દરમ્યાન ઘણી છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ શ્રિયાએ તેના ઘરમાં જ આ શોનું શૂટિંગ કર્યું હતું. આ શોને નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે અને આ જ મહિનામાં એને વૂટ પર રિલીઝ કરવામાં આવશે. આ શોમાં લૉકડાઉનમાં કેવી રીતે મર્ડર થાય છે અને કેવી રીતે સમગ્ર ફૅમિલીની લાઇફ ચેન્જ થઈ જાય છે એ દર્શાવવામાં આવશે. આ શોનું તેના પાત્રનું તમામ શૂટિંગ તેના ઘરમાં જ કરવામાં આવ્યું હતું. આ શોમાં તેના પાત્ર વિશે કોઈ માહિતી નથી પરંતુ તેની સાથે શ્વેતા ત્રિપાઠી, અર્જુન માથુર અને સંજય કપૂર જોવા મળશે. આ લૉકડાઉન દરમ્યાન ઑનલાઇન પ્લૅટફૉર્મને ખૂબ જ વેગ મળ્યો છે, પરંતુ શ્રિયા હંમેશાંથી આ પ્લૅટફૉર્મને સપોર્ટ કરતી આવી છે. તેણે ડિજિટલ પ્લૅટફૉર્મ માટે ‘મિર્ઝાપુર’ અને ‘હાઉસ અરેસ્ટ’માં કામ કર્યું હતું. આ સાથે જ તેણે લાઇવ નાટક ‘લૉકડાઉન લવ’માં કામ કર્યું છે. જોકે આ અનુભવ તેના માટે પણ નવો છે. આ વિશે શ્રિયાએ કહ્યું હતું કે ‘ઑનલાઇન લાઇવ નાટક અને ઘરમાં સિરીઝ માટે શૂટિંગ કરવાનું ચૅલેન્જિંગ હતું, પરંતુ ખૂબ જ મજા આવી હતી. હેર, મેકઅપ, કૉસ્ચ્યુમ, આર્ટ, પ્રોડક્શન અને સિનેમૅટોગ્રાફી બધું તમે સંભાળો એ સહેલું નથી પરંતુ મને ઘણું

શીખવા મળ્યું. બિહાઇન્ડ ધ સીન પાછળ જે પણ લોકો કામ કરે છે એ લોકો માટે મને હવે વધુ માન છે. આ લૉન્ગ ડિસ્ટન્સ કોલૅબરેશનથી હું સતત કામમાં રહી અને પૉઝિટિવ રહી એ માટે હું આભારી છું. આ કારણસર મને ક્રાફ્ટના વિવિધ ડિપાર્ટમેન્ટ વિશે વધુ જાણકારી મળી હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK